________________ ગમે ત્યાંથી સીધેસીધું આવીને પાણી ઓળંઘી પ્રવેશ કરી શકાય નહિ. ફક્ત પાણીની વચ્ચેથી જવા આવવા માટે સાંકડો રસ્તો છે, ને જેનો નાકા પર પલ્લીપ્રવેશનો દરવાજો છે, ત્યાં તે દરવાજાની આગળ મજબૂત ચોકી પહેરો અને સંરક્ષક ભડવીર સિપાઈઓ ઊઘાડા શસ્ત્ર સાથે ચોકી કરી રહ્યા છે. એ બે જાતની ચોકી કરે છે. ન તો કોઈ અંદરના માણસને બહાર નીકળી અહીંથી ભાગી જઈ શકાય, કે ન તો કોઈ બહારથી આવી અહીંથી પ્રવેશ પામી શકે. પલ્લીની અંદર કેવાં દૃશ્ય છે ? એવાં કે એ જયાં આ પધદેવ ને તરંગવતીએ જોયાં, ત્યાં જ એમનાં કલેજા કંપે છે. અંદર શુંનું શું કરશે એ તો પછી, પણ દૃશ્યો જોતાં ધ્રુજારી છૂટે છે ! વિચારો, ઘરેથી નીકળ્યા ત્યારે એમને કશી કલ્પના હતી ? ના, છતાં કર્મ કેવાં અઘટિત ઘટનાઓ ખડી કરે છે ! ત્યારે દેખાય, માણસ કર્મનાં આવાં અઘટતાં ઘોર સર્જનની આગળ કેવો રાંક છે ! માણસની ધારણા બહાર કર્મ ભાવમાં આવું અઘટતું ઘડી કાઢે ને ? ના” કહેવાય એવી નથી, કેમકે જગતમાં ઢગલાબંધ એવા દાખલા જોવા સાંભળવા મળે છે. ઇતિહાસમાં અને પૂર્વ ચરિત્રોમાં પણ આવું ઘણું સાંભળવા મળે છે. છતાં આશ્ચર્ય એ છે કે ભાવીમાં કર્મના અઘટતાં ઘોર સર્જન ઊભા થાય અને ત્યાં પછી ધર્મ સાધી લેવાને અવકાશ જ ન રહે, એ પહેલાં અત્યારે સારાસારીમાં ધર્મ સાધી લેવા માટે તૈયાર નથી ! ગુરુઓ ધર્મ કરી લેવાની વાત કરે તો એ વાત બહેરાના કાન પર અથડાય છે; મન ગલોચિયા લે છે કે હજી શી ઉતાવળ છે ? થાય છે, જોઈશું એવી અઘટતી ઘટના તો તરંગવતી પર આવી. બાકી આપણા પર થોડી જ આવવાની છે ?'... આમાં અજ્ઞાનતા અને મૂઢતાનો પાર નથી ! ભાન નથી કે મોટા ચમરબંધી ઉપરે પણ એવી અઘટિત ઘટના ત્રાટકી પડે ! ને તુચ્છ માણસ પર પણ આવી પડે. રામચંદ્રજીને કાલે નિશ્ચિત થયેલો રાજ્યાભિષેક તો ઊઠી જશે પરંતુ એના બદલામાં રાજયમાં રહેવાપણું ય નહિ કિન્તુ વનવાસ ખડો થઈ જશે. ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે ?" આવું સાંભળતાં આપણે માનવું છે કે એ તો રામ-લક્ષ્મણ-સીતાજીને બને, આપણને નહિ, નળરાજા રમતમાં ભાઈ સાથે ચોપાટ ખેલી રહ્યા છે, ત્યારે એમને કલ્પના ય નહોતી કે આ રમત એ રમત નથી, રાક્ષસ છે. તારું આખું રાજય ખાઈ કર્મ ! તારી ગતિ ન્યારી 2 11