________________ જશે અને તેને માત્ર પહેર્યો લૂગડે રાણી દમયંતી સાથે જંગલમાં હકાલપટ્ટી કરાવશે. અહીં ય શું આ માનવાનું કે “એ તો નળ-દમયંતીને બને, આપણને નહિ ?' મોટા માંધાતા રાવણ, એક હજાર વિદ્યાઓનો સ્વામિ ! ને હજારો વિદ્યાધર રાજાઓના અધિપતિ અને અનન્ય શસ્ત્રો ચંદ્રહાસખડગ તથા સુદર્શનચક્રનો માલિક ! એને રામ-લક્ષ્મણ સાથે લડવા આવતાં ક્યાં કલ્પના હતી કે આ લડાઈમાં વિજય તો નહિ, પણ જીવતા રહેવાનું નહિ મળે ?" આવા થોકબંધ દૃષ્ટાન્તો વર્તમાન અને ભૂતકાળના કર્મની અઘટતી ઘટનાઓના જોવા સાંભળવા મળે છતાં જીવને સારાસારીમાં ધર્મ સાધી લેવાનું સૂઝતું. નથી ! કેવી અજ્ઞાન અને અત્યંત મોહમૂઢ દશા ! પલ્લીમાં શસ્ત્રો : કેવો ભય? : પદ્મદેવ અને તરંગવતી પર હવે નહિ કલ્પેલી ભયંકર ઘટનાઓ ત્રાટકી પડવાની છે, જે સાંભળતાં બાપરે ! થાય એવું છે. બંનેને જયારે પલ્લીમાં પેસતાં અંદર લઈ જવાઈ રહ્યા છે, ત્યારે પહેલું તો જુએ છે એવી પડાળીઓ ખુલ્લી મુકાઈ છે, કે જેમાં છરાં, તલવારો, ભાલા, બરછી, ખંજરો, શૂળિયો, ધારિયાં, મોઘરો, સાણસા, કરવતો, ધનુષ્ય બાણ...વગેરે વગેરે જાતજાતના શસ્ત્રો લટકી રહ્યા દેખાય છે. એના પરથી પદ્મદેવ તરંગવતીને કલ્પના આવી જાય છે કે શું માણસો પર આ શસ્ત્રોમાંથી એક યા બીજાનો ઉપયોગ કરી માણસના છેદન-ભેદન થતાં હશે ? તો શું આપણાં પર પણ આવા કોઈ શસ્ત્રનો પ્રયોગ થવા સંભવ ?'... કલ્પનાથી કંપી ઉઠે છે ! માણસ ખરેખર દુઃખદ પ્રસંગથી ત્રાસ તો પામે ત્યારે પામે, કદાચ કર્મ સીધાં ઊતરે તો પ્રસંગથી બચી ય જાય, પરંતુ એની પહેલાં કલ્પનાથી તો ત્રાસ પામે જ છે; તે ય સામાન્ય પણ નહિ, પણ ભયંકર ત્રાસ ! રાત્રિભોજન વખતે ઉંદરને કેવો ત્રાસ એ યાદ કરો : બિલાડી જીવતા ઉંદરને ખાય ત્યારે ઉંદરને ત્રાસનો પાર નહિ એ તો ખરું જ, પરંતુ એ પહેલાં ઉંદરની શી દશા કરે છે એ જાણો છો ? એ ઉંદરને જીવતો મોમાં પકડી ઘરના માળિયા જેવામાં લઈ જાય છે. ત્યાં બિલાડીના મોમાં ઉંદર પકડાવાથી જ ઉંદરનું જોમ અડધું ખલાસ થઈ ગયું હોય છે, ને એને તરફડાટનો પાર નથી રહેતો. એવા ઉંદરને માળિયાના ખૂણામાં મૂકી એની આગળ બિલાડી અને એના ગલુડિયાં એક બાજુથી બીજી બાજુ ઉંદરની 2 1 ર - તરંગવતી