________________ કે મમ્મણગીરી ! આ જ ને ? એમાં જીવ સરવાળે શું ખાટે ? દીર્ઘ દુર્ગતિ પ્રયાણ કે બીજું કાંઈ? ખોટા સાહસમાં પ્રારંભે નકરાં અભિમાન અને વિષયવિલાસ, અને જીવનના અંતે દુઃખ ને દુઃખ ! પદ્મદેવ અને તરંગવતીને પસ્તાવાનો પાર નથી. ઝવેરાતનો ડબ્બો તો ગુમાવ્યો ! પરંતુ હવે કલ્પનામાં નથી આવતું કે “લુંટારા અમને ક્યાં લઈ જશે ? શું કરશે ? ઝવેરાતનો માલ પણ ઓછો નહોતો, લૂંટારાનો આગેવાન ડબો ખોલીને ઝવેરાતના દાગીના જોતાં ચમકી ઊઠ્યો કે “વાહ ! આટલું બધું ઝવેરાત ! કદાચ કોઈ ઠેકાણે ધાડ પાડી હોય તો ય આટલું બધું ઝવેરાત ન મળે. ચાલો ઠીક થયું દારૂની મહેફિલ સાથે જુગારના દાવ ખેલવા માટે આ માલ લાંબે સુધી કામ લાગશે ! જ્યારે લૂંટારાનો આગેવાન આમ હરખી હરખીને બોલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ પદ્મદેવ અને તરંગવતીના પેટમાં તેલ રેડાય છે ! માત્ર ઝવેરાત ગુમાવાનું દુ:ખ નથી, એ દુઃખને તો એ બહુ મામૂલી ગણે છે, પરંતુ હવે આ લૂંટારા ટોળકી શું મનુષ્ય-લોહીનો વેપાર કરતી હશે ? શું આ બધા પરસ્ત્રી લંપટો દુરાચારના અખાડા ખેલતા હશે ?...' ઇત્યાદિ કઈ જાતના ભયાનક વિકલ્પો એમના મનમાં આવે છે, અને એનાથી અંગે અંગમાં ધ્રુજારી છૂટે છે ! મનને એમ થાય છે કે હાય ! ઘરેથી નીકળતાં આવી કોઈ કલ્પના નહોતી; ને આ આપણાં કર્મ કેવાં રુક્યાં છે ! ખરેખર કર્મની ખફા મરજી થાય ત્યારે કલ્પના બહારના એનાં ધાડે ધાડાં છૂટે છે ! પ્રભુ ! અમે ઘરે કેવી શાંતિથી બેઠા હતા ? અને આ ક્યાં મુકાઈ ગયા ?..' વિચારતાં વિચારતાં આંખમાંથી આંસુની ધાર છૂટે છે. જ્ઞાનીઓ આ જ કહે છે. પાપાચરણમાં પુણ્યોદય છે ત્યાં સુધી શાંતિથી બેસી રહેનારને જ્યાં પાપોદય જાગે છે ત્યારે કલ્પના બહારનાં કષ્ટ આવી પડે છે; અને કમનસીબી હવે એવી રહે છે કે હવે એમાંથી બચવાનો કોઈ માર્ગ જ દેખાતો નથી ! ચોરો બંનેના હાથ દોરડેથી બાંધી પકડીને દક્ષિણ તરફ ચાલ્યા. આગળ જતાં પર્વતની હારમાળા આવે છે. એની કોતરોની વચ્ચે એમની પલ્લી છે. એ પલ્લીની આસપાસ બહુ પાણી છે. જેથી પાણીની બીજી બાજુથી આવનારને - તરંગવતી 210