________________ દાવ લગાવીને હજારો કમાઈ લેવાની વૃત્તિ છે, એ ચોરની જેમ હરામ હાડકાની વૃત્તિ છે, અર્થાત્ હરામનું ખાવાની વૃત્તિ છે. એમાં આંતર પરિણતિ તામસી, વિઠ્ઠી, અને સત્ત્વહીન બને છે. (3) જુગારમાં ત્રીજું મોટું નુકસાન એ છે કે વેપાર એ વ્યસન નથી ગણાતું પરંતુ જુગાર એ વ્યસન ગણાય છે. જુગાર વ્યસન એટલે એનો ચડસ લાગે છે, ને ખરાબ વસ્તુનો ચડસ ભૂંડો ! એમાં એ સર્વનાશ સુધી લઈ જાય ત્યાંસુધી એ ચડસ છૂટે નહિ. વ્યસનને નથી વળગ્યા ત્યાંસુધી સહીસલામત; વળગ્યા પછી દેખવા છતાં પાછા વળી રહ્યા ! હાર્યો જુગારી બમણું રમે. વેપાર માટે એમ નથી કહેવાતું કે હાર્યો વેપારી બમણું રમે, અસ્તુ. વાત કર્મની શિરજોરીની હતી, (1) એને કોઈની શરમ ન નડે. (2) કર્મકોપે ત્યાં લાગવગ ન લાગે. (3) ભાઈબાપા ન ચાલે. (4) ગમે તેવી ગુણિયલતાને એ ન ગણે. પાર્શ્વનાથ ભગવાનનો જીવ પહેલાં ભવમાં મરભૂતિ મહાશ્રાવકના ભવથી કેટલા બધા ગુણિયલ ! છતાં એમના દશ ભવમાં આંતરે આંતરે ભવે મહા ગુણિયલ છતાં ભયંકર જીવલેણ ઉપદ્રવ આવ્યા ! શું એ પોતાના અશુભ કર્મ વિના આવ્યા ! ના, પોતાના અશુભ કર્મો જ એ આપદાઓ આવી. તરંગવતીની શીલની ભાવના : પેલી તરંગવતી પદ્મદેવને કહી રહી છે કે, “શીલની ખાતરી કરવામાં બીજો ગુણ થાઓ કે ન થાઓ, પરંતુ જીવતી છું ત્યાંસુધી શીલને ભાંગવા દેવાનું નથી, તેથી તમારે મારી શીલની રક્ષા કરવાની. દુષ્ટોના આક્રમણમાં પરિણામ આવવું હોય તે આવે, પણ એક વાત નક્કી રાખજો કે આપણે બંનેએ એક બીજાને છોડવાના નહિ, નિર્ધારિત અશુભ કર્મના ઉદય તો આવવાના તે આવવાના, પણ એનાથી ડરીને કર્તવ્ય ચૂકવાના નહિ. “કર્તવ્યથી નાસવામાં (ભાગવામાં) અશુભ કર્મ નાસી જતા નથી; એ તો એનો ભાવ ભજવે જ છે. “હું જીવતી રહીને શીલ ભાગું તો તેથી કાંઈ મોત અટકવાનું નથી તો મોતથી ગભરાઈ કર્તવ્ય શીલ કેમ ચૂકું ? શીલ ખાતર મરીશ.” અહીં પધદેવને તરંગવતીની રક્ષા કરવાનું કર્તવ્ય છે. હવે એ મનમાં ચોરોનો ભય રાખે કે કદાચ રક્ષાનું કર્તવ્ય બજાવવા રહું તો ચોરો મને મારી નાખે તો ? આવો ભય રાખીને જ રક્ષા કરવાનું કર્તવ્ય બજાવવાથી ભાગે, કર્મ ! તારી ગતિ ન્યારી 207