________________ કર્તવ્ય ચૂકે તો ય ચોરોથી એવા મરણાત્ત કષ્ટ આવવાનાં કર્મ ભાગી જતાં નથી. અલબત પમદેવ નિર્ભય છે, અને કર્તવ્ય બજાવવામાં એની પૂરી તૈયારી છે. પ્ર.- તો પછી તરંગવતી કેમ નિર્ભય રહેવાનું કહી રહી છે. ઉ.- તરંગવતી નિર્ભયતા રાખવાનું કહી રહી છે, એ પોતે નિર્ભય રહેવા માટે કહી રહી છે. બંને પર ચોરોનું આક્રમણ : હવે ચોરો આવીને બંનેને ગુપચુપ પોતાની સાથે આવવા માટે દમ મારે છે ત્યારે પહ્મદેવ એમને પડકારે છે, કંગાળો ! તમે કોણ અમને લઈ જનારા ?' ત્યાં ચોરો શસ્ત્ર ઊગામી કહે, બહુ પાવર રહેવા દે. આ જોયું છે શસ્ત્ર ? હમણાં ધડથી ડોકું જુદું કરી નાખશું...' તરંગવતી બિચારી આ આફત જોઈ એકદમ રડી પડી ! ભય લાગ્યો કે ચોરો રખેને પતિને મારી ન નાખે ! એટલે રોતી રોતી એકબાજુ પમદેવને કહે આ લોકોને એવા ભારે શબ્દ કહેશો નહિ,' અને બીજી બાજુ ચોરોને રોતી રોતી કહે ભાઈસાબ ! તમારે દાગીના જોઈએ, તો લઈ જાવ પણ મારા પતિને તમે મારશો નહિ.' ચોરો કહે, “એમ કાંઈ અમારે એકલો માલ નથી લેવાનો, તમને બંનેને અમારી પલ્લીમાં લઈ જવાના છે. ચાલો, લાવો પહેલાં માલ મૂકી દો.' હવે શું કરે પદ્મદેવ ? ઝવેરાતનો ડાબડો આપી દે ? કે ન આપે ? “ના, આટલો બધો કિંમતી માલ એમ કેમ આપી દેવાય ?' એમ જો વિચાર કરવા રહે તો સામે મોતનો ભય દેખાય છે. તો મોત વધાવવું ? કે ઝવેરાત સાચવવું ? કહો ! મોત વધાવ્યા પછી ઝવેરાત કોણ સાચવવાનું હતું ? શું મડદું ઝવેરાત સાચવે ? ના, પોતાના પ્રાણ ગયા એટલે માત્ર ઝવેરાત નહિ, પણ પોતાનું શરીર સુદ્ધા બધું જ જતું કરીને પોતાના પ્રાણ બચાવી લે છે. કેમકે પ્રાણ બચી જીવતો નર ભદ્રા (કલ્યાણ) પામે. એવું જ અહીં પધદેવને કરવું પડ્યું; ઝવેરાતનો ડબ્બો ચોરોને આપી દેવો પડ્યો ! અને ચોરોને કહે છે, “લો આ માલ, હવે જાઓ તમે તમારા રસ્તે, ને અમને જવા દો અમારા રસ્તે.” ચોરો કહે “એમ શાના જાઓ ? અમારો અને તમારો હવે એક જ રસ્તો છે ચાલો સીધે સીધા પલ્લી તરફ' એમ કહી એકેય પાદેવને પકડ્યો, - તરંગવતી 208