________________ શુભ કર્મ સારો સંયોગ-સગવડ મેળવી આપે ને અશુભ કર્મ નરસા સંયોગ લાવી દે. જુઓ, અહીં પહ્મદેવ તરંગવતીને અહીં સુધી કશી આફત આવવાની કલ્પના જ નહોતી, ને એકાએક લૂંટારાની ધાડ આવી ! કોણ એમને બોલાવી લાવ્યું? કહો, બંનેના અશુભ કર્મ લૂંટારાને બોલાવી લાવ્યા... યુધિષ્ઠિર અને નળ જુગારના અડસે ચડ્યા, તે પહેલાં બંનેને કલ્પના નહોતી કે આમાં આખું રાજ્ય ગુમાવવાનું થશે ! પરંતુ તેમજ બન્યું. કર્મની શિરજોરી છે. જુગાર કે વેપાર, બંનેમાં કર્મ અનુકુળ હોય ત્યાં સુધી જ ફાવટ દેખાય; પરંતુ એજ દાવ ને એ જ સોદા કર્મ પ્રતિકૂળ આવીને ઊભા કે બંનેમાં પછાડ ખાવાની આવે. ત્યારે એક પ્રશ્ન થાય, વેપાર કરતાં જુગાર સટ્ટો કેમ ખરાબ? પ્ર.- જો અંતે તો કર્મના હિસાબે જ લાભ નુકસાન છે, તો પછી વેપારને બદલે જુગાર-સટ્ટો ખેલવામાં શો વાંધો ? નરસાં કર્મ હશે તો જેમ જુગારમાં સટ્ટામાં નુક્શાન થાય, એમ વેપારમાં ય તો અશુભ કર્મથી નુક્શાન જ થવાનું છે, પછી વેપાર છોડી જુગારનો સટ્ટાનો આનંદ કેમ ન લૂંટવો ? ઉ.- (1) વેપાર અને જુગાર સટ્ટો, બંનેમાં મોટો ફરક છે. સીધી લાઈનના વેપારમાં જુગાર-સટ્ટા જેવા દુષ્ટ ભાવ નથી તેથી તેવાં પાપકર્મ બંધાતા નથી, ત્યારે જુગારમાં ભય છે કે કદાચ પાસા ખોટા પડે તેથી બહુ સીફતથી પાસા નંખાય છે. આ સીફત એટલે માયા. એ દુષ્ટ ભાવ છે. વળી જુગારમાં ચડસ છે; ભલે મોટાં નુકસાનનો સંભવ હોય, છતાં દાવ લગાવાનો, એમ મનન રહ્યા કરે છે. એમાં આત્મહતને નુક્સાની થવાનો ભય ન રાખો પાપક્રિયામાં ઝંપલાવવાનો ભાવ એ દુષ્ટ ભાવ છે. વેપારમાં એવી પાપની નિર્ભયતા નહિ, ચડસ નહિ, તેથી મોટાં નુક્સાનનો સંભવ દેખાય ત્યાંથી માણસ ખસી જાય છે. એટલે એમાં એવો દુષ્ટ ભાવ નહિ, તેથી તેવો પાપબંધ નહિ. જુગારમાં પાપનિર્ભયતા તેથી ઘોર પાપકર્મો બંધાય છે. એ પાપકર્મ જરૂર પચ્ચે અહીં પણ પોતાનો પચો દેખાડી દે ! તેવા નુક્સાનના ભય વિનાનો જુગાર ચડસ સતત ચાલુ, તેથી જુગારમાં સતત પાપ બાંધવાનું ચાલુ ! માટે કહેવાય કે જુગાર ખેલવા જવું એટલે વિનાશના પંથે જવું. “સટ્ટો લગાડે બટ્ટો.' માટે જુગારને તો દૂરથી જ નમસ્કાર કરી દેવો. (2) જુગાર ખરાબનું બીજું કારણ એ છે, કે જુગારમાં બેઠા બેઠા માત્ર - તરંગવતી