________________ શકશે. એમાં કદાચ મોત આવતું દેખાશે, તો પણ ચોરને તો તને અડવા નહિ દઉં, કેમકે જીવતો છું ત્યાંસુધી ચોરો થકી તને ઉપદ્રવ થતો હું જોઈ શકું જ નહિ. તારા પર તને ભગાડી જવાનો ચોરનો ઉપદ્રવ જોવાનો અવસર આવે એ પહેલા મારે મોત વધાવી લેવાનો નિર્ધાર છે. એ તો હવે આ આફતમાંથી ઉગરવું યા ન ઉગરાય તો મરવું, એજ મારે શોભાસ્પદ છે. હું જીવતો છું ત્યાંસુધી તો તારા શીલ પર આક્રમણ હું જોઈ શકું તેમ નથી. માટે તું રોઈશ ના, નિશ્ચિત રહે. હું મરીશ પણ તને અડવા નહિ દઉં. તરંગવતી સાધ્વી પેલી શેઠાણીને પોતાની આત્મકથા કહી રહી છે, એમાં આ પ્રસંગ વર્ણવતાં કહે છે, “ગૃહિણી ! એ વખતે મારા પતિના એ બોલ સાંભળી હું એમની શૂરવીરતા પર એમના પગે પડી ગઈ, અને મેં કહ્યું “સ્વામિનાથ ! આ તમે શું બોલો છો ? તમે મારા શીલની રક્ષાર્થે મરી ખૂટશો? “જે તમે મારું શીલ કોઈ ભાંગે એ જોવા સમર્થ નથી, એમ હું તમારા પ્રાણનો કોઈ નાશ કરે એ જોવા સમર્થ નથી, તમે તો મારા પ્રાણમાં એવા વસાઈ ગયા છો કે મારે જીવતે તમારા પ્રાણનાશને સાંભળવાની કે વિચારમાં લાવવાની પણ મારી શક્તિ નથી. એ તો સમજી લો કે તમારા પ્રાણ જવા પહેલાં જ મારા પ્રાણ નીકળી ગયા હશે. બંને પરસ્પરનો પ્રેમ એવો બતાવે છે કે એની પાછળ પોતાના પ્રાણનો ભોગ આપવાની તૈયારી બતાવે છે. પરંતુ એથી ઊપજયું શું ? એમ છતાં સલામતી ક્યાં છે ? આ સંસારમાં જીવ કેવો કર્માધીન છે ! એટલો બધો પ્રેમ અને ભોગ આપવાની તૈયારી છતાં કર્મને કયાં શરમ છે ? પરસ્પરનો પ્રેમ છતાં જંગલમાં લૂંટારાનું આગમન કોણે કરી આપ્યું? સમરાદિત્ય કેવળીના ચોથા ભવમાં પોતે શ્રેષ્ઠિપુત્ર ધન્યકુમાર છે, એને દેશાવર વેપાર અર્થે જવાનું થાય છે, એમાં તામલિપ્તી નગરીમાં પહોંચે છે ત્યાં સામેથી એક સજ્જન શેઠ આવકારે છે, ને પોતાને ત્યાં મુકામ કરાવે છે. આ કોણે સગવડ કરી આપી ? કહેવું જ પડશે કે સામાની સજ્જનતા ભલે એમાં કામ કરી રહી હોય, પરંતુ મુદ્દામ એવા સજ્જનનો ભેટો કોણે કરી આપ્યો? કહેવું પડે કે ધન્યકુમારના શુભ કર્મો કરી આપ્યો. સારા-નરસા બાહ્ય સંયોગો પર જીવના શુભ અશુભ કર્મની જ મોટી અસર પડી હોય છે. કર્મ ! તારી ગતિ ન્યારી 205