________________ આપના વચનો સાંભળતો બેસું, તો કેટલા બધા આગામી ભવોના મોતથી મને અભયદાન મળે ? કૃપા કરી મને ચારિત્ર આપો. ચારિત્ર આપી જીવનભર મને આપના ચરણમાં બેસાડી દો.' બસ, ચોર રોહિણીયાએ શાહુકારને શરમાવે એવું કર્યું. પ્રભુની સાથે હૃદયના ગાઢ નિકટના સંબંધ બાંધી દીધા અને પ્રભુમાં ઓતપ્રોત જીવન બનાવી દીધું. તરંગવતી અત્યારે પ્રબળ મોહની અસર નીચે છે તેથી પરમાત્મા કે ગુરુ સાથે ઓતપ્રોત થવાનું નથી સૂઝતું. અત્યારે તો એ પમદેવની સાથે ગાંધર્વવિવાહ કરીને હૃદયના ગાઢ નિકટ સંબંધ બાંધી એનામાં પોતાનું જીવન ઓતપ્રોત કરી લેવાનું કરે છે. રાત્રિ ત્યાં ગાળીને સવારે સવારે ઊઠી આગળ ચાલ્યા. બંનેના ઉપર મહા આફત : જયાં નદીના કિનારે કિનારે કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર પૂરી સલામતીના વિશ્વાસથી ચાલી રહ્યા છે, ત્યાં ચોરોએ એમને દૂરથી પડકાર્યા, “ખબરદાર ! આગળ વધ્યા તો ? છો ત્યાં ઊભા રહી જાવ.” તરંગવતી આ જોતાં જ એકદમ ગભરાઈ ગઈ, અને પતિને રોતી રોતી કહે છે મારા નાથ હવે કેમ કરવાનું ? મને ભય લાગે છે કે હાય ! આ લોકો કોણ જાણે શું કરશે ?' પહ્મદેવ એને આશ્વાસન આપતાં કહે છે કે, “તું જરાએ ગભરાઈશ નહિ. હું જીવતો ઊભો છું ત્યાં સુધી તારું રક્ષણ કરીશ.” તરંગવતી કહે “પ્રિય ! આ તો કોઈ ભયંકર ચોરો લાગે છે, અને પાછા શસ્ત્રોવાળા છે ! પપ્રદેવ કહે, “ગભરાઈશ ના એને હું રોકીશ. અલબત આપણી આ ભૂલ થઈ ગઈ કે વિશ્વાસમાં આપણે કોઈ શસ્ત્ર સાથે લીધું નહિ. પરંતુ સાહસ બુદ્ધિવાળા પુરુષની આગળ એ શું કરી નાખવાના હતા ? એ કદાચ તને ઉપાડવા આવે, તો જ્યાં સુધી એમણે મારી ભુજાનું બલ નથી જોયું ત્યાં સુધી રોફ મારી શકે. મારા હાથમાં એટલી બધી તાકાત છે, અને અત્યારે આ પ્રસંગ જોઈને સાહસિકપણાની મારી તાકાત એટલી બધી વધી ગઈ છે કે આમને હેઠા પાડીને આપણે નાશી છૂટીશું.” ત્યાં તરંગવતી કહે છે, એ લોકો પાસે શસ્ત્ર છે, તમારી પાસે નથી, તમે શું કરશો ? પદ્મદેવ કહે પુરુષાર્થ મોટી ચીજ છે. પુરુષાર્થ આ બધાનો મુકાબલો કરી 204 - તરંગવતી.