________________ પમદેવ કહે, તરંગવતી ! “તું આટલી બધી ઉતાવળી કેમ થાય ? પેલી કહે, “હું ઉંમરલાયક છું, અને જીવનમાં તમારા સિવાય બીજો કોઈ પતિ નહિ કરવાનો મારે નિર્ધાર છે. વળી ક્યાંક કોક પૂછે તો આપણે આપણી ઓળખ શી આપવાની ? એટલે હવે મારે મારા જીવનસાથીને વરી લેવાનો વિલંબ નથી કરવાનો; અને તમે જો આ વાત વિલંબે નાખવાના હો, તો મારે આહાર-પાણીનો ત્યાગ કરવો પડશે.” પદ્મદેવને નમતું જોખવું પડ્યું. ગાંધર્વવિવાહથી એની સાથે પાણીગ્રહણ કરવું પડ્યું. તરંગવતી કહે, “હાશ ! હવે હું નિઃસંકોચ બહાર કોઈને પણ કહી શકીશ કે આ મારા પતિ છે, હું એમની પત્ની છું. સાંસારિક સંબંધમાં જીવો કેટલા બધા ઓતપ્રોત થઈ જાય છે ! અને ઠેઠ ઊંડા હૈયાથી કેટલી બધી નિકટતાની લાગણી અનુભવે છે ! સાંસારિક સંબંધીની જેમ માનવઅવતારે જો પરમાત્મા સાથે કે ગુર સાથે સંબંધ બાંધી એમનામાં ઓતપ્રોત થતા આવડે, અને હૈયાથી નિકટતાની લાગણી અનુભવાય, તો આપણું કેવું કલ્યાણ થઈ જાય ? માનવેતર ભવોમાં આ ન આવડ્યું. ત્યાં અબૂઝ હતા, પરમાત્માની કે સદગુરુની કશી ગતાગમ ને ઓળખ પારખ હતી નહીં, ત્યારે તો દેવગુરુથી હજારો ગાઉ દૂર રહ્યા ! પરંતુ હવે જ્યારે ઉચ્ચ માનવઅવતાર મળ્યો છે ત્યારે, તેમજ દેવગુરુ માત્ર મળ્યા જ નહીં પણ ઓળખાઈ પણ ગયા છે ત્યારે, જો એમનામાં ઓતપ્રોત થતાં ન આવડે અને એમની જ સાથે હૃદયના અતિ નિકટ સંબંધ બાંધતા ન આવડે તો એનામાં પશુ કે અનાર્ય મનુષ્ય કરતાં શી વિશેષતા છે ? પૂર્વના મહાપુરુષોને જુઓ કે એ નહોતા પામ્યા ત્યાં સુધી કોરા ધાકોર હતા, પરંતુ જ્યાં દેવ-ગુરુ-ધર્મની ઓળખ થઈ કે તરત એમની સાથે હૈયાના નિકટના સંબંધ બાંધતા અને એમનામાં ઓતપ્રોત થતાં વાર ન લગાડી. ઇન્દ્રભૂતિ ગૌતમને શું બનેલું ? આજ કે મહાવીર પ્રભુને ઓળખ્યા નહોતા ત્યાં સુધી અબૂઝપણે ગામેગામ યજ્ઞ-યાગ કરાવતા ચાલ્યા; પરંતુ પાવાપુરીમાં પ્રભુ મળ્યા, અને પ્રભુ સર્વજ્ઞ તરીકે ઓળખાયા, પછી શું એમણે બાકી રાખી ? પ્રભુ સાથે એમણે હૈયાના એટલા બધા નિકટ સંબંધ બાંધી દીધા, અને એ પ્રભુમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા કે ત્યાં જ પ્રભુ પાસે ચારિત્ર લઈ લીધું ! અને વિનયી શિષ્ય બની બેઠા ! યજ્ઞવાળાને કહેવા ય પણ ન ગયા કે “ભાઈ ! હવે તમે કામ બીજા કર્મ ! તારી ગતિ ન્યારી 201