________________ ગુણોના સુકૃતના અને પરાક્રમના પિષ્ટ-પેષણ કરવાથી આપણામાં અને સામામાં ગુણાનુરાગ પુણ્યાર્જન વગેરે સારો ગુણ થવાનો લાભ મળે, (2) એની અનુમોદનાથી શુભાનુબંધનો લાભ મળે, (3) સારી સુકૃત સદ્ગુણની પ્રેરણાનો લાભ મળે. એવો ભૌતિક કથલો કરવાથી શું મળે ? બોલ્યા,- “આજે બજારમાંથી ભીંડા લાવ્યા પણ ઘરડા અને સડેલા નીકળ્યા, કાછિયા કૅવા ચોર હોય છે? અધૂરામાં પૂરું દાળ દુણાઈ ગઈ,...' વગેરે વગેરે તુચ્છ વાતો કરવામાં ઉચ્ચ ઉમદા માનવજનમમાં મળેલી વચનશક્તિ સરાસર વેડફાઈ જાય છે, કહો કે, શક્તિને કલંક લાગે છે. માણસના દિલમાં કોઈ એવી આધ્યાત્મિક વાતોનો જાણે સ્ટોક જ નથી. હૃદય આધ્યાત્મિક વાતોથી સાવ ખાલી ખાલી, અને ભૌતિક વાતોથી ભર્યું ભરેલું હોય એટલે બિચારો અહીંયાં ભૌતિક વરાળ ખાલી કરે છે ! એવા કચરાળ હૈયામાંથી વાણી દ્વારા શું બહાર આવે ? એ જ ભૌતિક કચરો બહાર આવે ! 15. તરંગવતીની ગાંધર્વ વિવાહની વિનંતિ તરંગવતી અને પદ્મદેવને મનમાન્યો મેળાપ મળી ગયો એનો એટલો બધો રસ અને આનંદ છે કે અત્યારે પ્રેમના પિજેલાના પિંજણ કરી રહ્યા છે. એમાં અંતે તરંગવતી કહે છે કે નાથ તમારી સાથે સુખ-દુઃખમાં પૂરી સહાનુભૂતિ કરવાના નિર્ધારવાળી છું. મેં તમારે માટે પિતાનું ઘર છોડ્યું, તો હવે મહેરબાની કરીને મને આઘી મૂકશો મા. તમારા વિના એક મુહૂર્ત માત્ર પણ હું રહી શકું એમ નથી. આ એટલા માટે કહેવાઈ જાય છે કે પુરુષોના હૃદય ચંચળ હોય છે. અલબત તમારા પર જરાય આરોપ કરતી નથી, કિન્તુ મારા દિલની વ્યથા હું તમને કહું છું.' પમદેવ વાત સાંભળીને કહે છે, - પ્રિયે ! તું લેશ માત્ર પણ આવી વ્યથા કે એવો ભય યા શંકા રાખ મા; હવે તને દુઃખ થાય એવું કાંઈ પણ હું કરીશ નહિ, એની તને ખાતરી આપું છું...” આમ પ્રેમની વાતોમાં નદીમાં નાવ ચાલી જતી હતી, ત્યાં દૂરથી એક સફેદ મકાન દેખાયું, એટલે નાવને કિનારે લીધી, અને નીચે ઊતરીને સફેદ મકાનમાં બંને પહોંચ્યા. તરંગવતી કહે છે, અહીંથી આપણે કાકંદી નગરી તરફ જઈએ ત્યાં મારા ફોઈ રહે છે. એમને ત્યાં મુકામ કરશું પણ સાંભળો. એ પહેલાં હવે હું તમારી સાથે એક કુમારી તરીકે રહેવા માગતી નથી, માટે મને અહીં જ ગાંધર્વવિવાહથી પરણી લો.' - તરંગવતી 200