________________ ચક્રવાકીના અવતાર પછી કેટલા લાંબા કાળથી આપણે છુટા પડી ગયેલા, તે શી રીતે ભેગા થઈ ગયા ? ભગવાનની કેવીક મહેર વરસી ! જો મને જાતિસ્મરણ ન થયું હોત, ને પૂર્વ ભવનો ચિત્રપટ્ટ ચીતરી બજાર વચ્ચે ના મુકાવ્યો હોત, અને આપણે બંનેએ એકબીજાના પરિવર્તન પામેલ જનમને ન ઓળખ્યા હોત, તો આજે આ સમાગમ શાનો બની આવ્યો હોત ? એમાં નાથ ! તમે તો મારા પર ભારે અનુગ્રહ કર્યો, મોટી મહેરબાની કરી, કે પૂર્વજન્મની ઓળખ થયા પછી મને સ્વીકારી લીધી ! એ પણ મને દેવાની મારા બાપાજીની બિલકુલ ઇચ્છા નહિ છતાં મને તમે અપનાવી લીધી અને મારી ઇચ્છાનુસાર અત્યારે દૂર દેશ લઈ જવા ચાલ્યા છો ! તમારો કેટલો ઉપકાર માનું ? તમારા કેટલા ગુણ ગાઉં ?" પદ્મદેવ કહે “અરે પ્રિયા ! એમાં તારા પર મારો અનુગ્રહ શાની ? મને ય તે જાતિસ્મરણ કરાવ્યા અને તારા ભાવ મળ્યા પછી તારા પર કેટકેટલો પ્રેમ ઊભરાયો છે, એ હું શું કહું? હું તો માનું છું કે તારા વિના ઝૂરતા એવાં મારી સાથે આવા વિકટ પ્રદેશ તું સાથે ચાલી એટલે મારા પર તારો જબરદસ્ત ઉપકાર છે કે મને તે સંગત આપી.” તરંગવતી કહે, “બેસો, એવું બોલશો નહિ, ખરેખર તો આપણા બંને પર દેવાધિદેવ અરિહંત પ્રભુનો અચિંત્ય અનંત ઉપકાર છે કે એમણે આપણે આટલા ઊંચા મનુષ્યભવે લાવી મૂક્યા ! એમાં વળી પૂર્વના પંખેરાના જનમમાં એવો ધર્મ પણ ક્યાં કરેલો ? છતાં ત્યાંથી અકાળે મરીને અહીં બે મોટા જૈન શેઠિયાઓના ઘરે આપણે બંને માનવીય પુત્ર-પુત્રીપણે જન્મી પડ્યા ! એ અરિહંતની અનંત કૃપા વિના શે બને ?'... આવી અને બીજી કાનને સુધારસનું પાન કરાવે એવી પરસ્પરની મીઠી મીઠી વાતો ને મનોરમ આલાપમય સંસારમાં શો એવો ભલીવાર છે ? ભૂતકાળમાં જે કાંઈ ભૌતિક જીવનનું અનુભવ્યું એનું પિંજણ છે, એટલે કે પિષ્ટનું પેષણ છે, જેમાં કોઈ આધ્યાત્મિક શુભ અધ્યવસાય જાગવાના નહિ દા.ત. વાત કરી કે તમે તેડવા આવ્યા અને હું કામમાં હતો. પણ મેં ઝટપટ કામ પતાવ્યું, અને તમારી સાથે આવવા તૈયાર થઈ ગયો. પણ તમે સારા ડાહ્યા માણસ કે તમને આટલા ખોટી કર્યા, તો ય તમે ખોટું લગાડ્યું નહિ...' ઇત્યાદિ વાતમાં આધ્યાત્મિક શું આવ્યું ? આમાં આત્માને સારું શું મળ્યું ? હજી મહાપુરુષોનાં જીવનના ગુણોનું વર્ણન કર્યું જાય, તો (1) એમના કર્મ ! તારી ગતિ ન્યારી 199