________________ ન ગણાય; પરંતુ અહીં એક બચાવ છે કે આપણા જીવતરનો નાશ નથી, અને દિશા અનુકૂળ હોવાથી આફતમાં ઓછાશ પણ રહેશે. પણ પાછળવાળાના ભયથી હવે પાછા તો નહિ જ જવાય.” તરંગવતી કહે તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. મને ફાવશે કે નહિ એની ચિંતા જ નહિ કરતાં. મને તો તમારા સાંનિધ્યમાં બંધુ અનુકૂળ છે. હું તમારી સાથે જ છું,’ સુશીલ સ્ત્રીને પતિ પરના પૂરા વિશ્વાસ અને પૂરી સમર્પિતતાના પ્રભાવે ગમે તેવા કષ્ટ વેઠીને પણ પતિનું સાંનિધ્ય રાખવું ગમે છે. તો સમકિતી આત્માને ભગવાન પરના પૂરા વિશ્વાસ અને સમર્પિતતાના પ્રભાવે ભગવાનના સાંનિધ્ય ન છોડવાની કેટલી બધી ઉમેદ હોય ? વિચારજો,- કેવા કેવા પ્રસંગમાં ભગવાનને ભૂલી જઈએ છીએ? અરે ! મામૂલી મામૂલી પ્રસંગમાં ય ભગવાન કેટલા યાદ આવે છે ? વાતવાતમાં ભગવાન યાદ આવે એ માટે આ એક સરળ ઉપાય છે,- કોઈ પણ કામના પ્રારંભે માત્ર “નમો અરિહંતાણં વાણીમાં કે મનમાં લાવવાનું રાખો, તે પણ પ્રતિજ્ઞા સાથે કે “દરેક નવા કામના પ્રારંભે “નમો અરિહંતાણં' યાદ કરવું, કદાચ ભૂલાય તો પછી દંડમાં 3 નવકાર ગણી આપવા.” પછી સવારે જાગ્યા નમો અરિહંતાણ,” પથારી બહાર પગ મૂકતાં નમો અરિહંતાણં, પાણી મોમાં નાખતાં એજ, નાસ્તો શરૂ કરતાં એજ, નહાવા બેસતાં એજ, ઘરબહાર નીકળતા એજ. પેલો પાદેવ નાવ ઉપડતાં જમણી બાજુ શિયાળના રૂદનના અવાજનું અપશુકન થયું છતાં તરંગવતીને કહે છે ચંદ્રની દિશા શુભ હોવાના હિસાબે તેમજ ભગવાનનાં સ્મરણ નમસ્કાર કર્યા હોવાના ભાવે આપદા મોત કરતાં ઓછી આવશે. આપદાના સંભવમાં શું કામ જવાય ? પરંતુ પાછા ફરાય એમ નથી, કેમકે પાછળથી શોધ કરનાર આવી પહોંચી ઝડપી જ લે ! એટલે નાવડી હંકારી પવન અનુકૂળ હતો તેથી નાવડી વેગબંધ ઉપડી. પાછળ જુએ છે તો શોધ કરનાર કોઈના આવવાનો અણસારો દેખાતો નથી તેથી પકડાઈ જવાનો ભય નથી, બંનેને મનગમતાનો મેળાપ થઈ ગયો છે. એટલે આનંદનો પાર નથી. તેથી નાવના વેગબંધ ચાલવા વખતે પરસ્પર દિલની વાતો કરે છે. દિલની મીઠી વાતો : એમાં તરંગવતી પધદેવને કહે, “પ્રિય ! ચક્રવાક 198 - તરંગવતી