________________ પાસે કરાવી લેજો. હું છૂટો તેમજ કુટુંબને પણ એવું કહેવા ન ગયા કે હવે તમારા ને મારા સંબંધ પૂરા થયા. | રોહિણિયો પ્રખર ચોર હતો. એકવાર સિપાઈઓ પૂંઠે પડેલા, તેથી બચવા સમવસરણની નીચેથી ભાગતો જતો હતો, એમાં પગમાં કાંટો ઘૂસી ગયો. મહાવીર પ્રભુનું એક પણ વચન ન સાંભળવાની બાપે કરાવેલી પ્રતિજ્ઞા પાળનારો છતાં અહીં શું કરે ? પ્રભુનું એકપણ વચન ન સંભળાઈ જાય એટલા માટે તો બે કાનમાં આંગળિઓ ખોસીને દોડતો હતો તે પ્રભુના ત્રણ વચન પરાણે સંભળાઈ ગયા ! ત્યાંસુધી પણ પ્રભુને તારણહાર તરીકે સમજતો નથી; કિન્તુ પછી પાછળથી જયાં અભયકુમારની દેવવિમાન ને દેવદેવીઓ જેવી ભેદી ચાલમાં સપડાયો. ત્યાંથી છુટકારો મેળવવા પ્રભુનાં પેલા ત્રણ વચન કામ લાગ્યા, ત્યારે પ્રભુને તારણહાર સમજ્યો. અભયકુમારની ચાલમાં રોહિણિયો આમ સપડાયો,- અભયકુમારને ત્યાં મીઠાં ભોજન કરીને ઉપર ચંદ્રહાસ દારૂ પીને મસ્તીથી સૂતો છે. એને ઉપાડીને ઉપરના મજલે દેવવિમાન જેવી શોભા ઠઠારો કરેલા હોલમાં પલંગ ઉપર ફૂલની શય્યામાં એને સુવાડવામાં આવ્યો છે. અંગ ઉપર દિવ્ય વસ્ત્ર, હીરાના અલંકાર, આજુબાજુ દેવાંગના જેવી શણગારેલી રમણીઓ ગીત નૃત્ય કરી રહી છે. એટલામાં જ ઘેન ઊતરતાં રોહિણિઓ જાગીને જુએ છે તો એને ભ્રમ થાય છે કે શું હું મરીને દેવલોકમાં જન્મ્યો છું ?' રમણીઓ પૂછે છે, “સ્વામિનાથ ! જય જય નંદા ! જય જય ભદા! આપનો જય હો વિજય હો... આજ તમારો અમારા પુણે અમારા સ્વામિ દેવતા તરીકે જનમ થયો છે... કહો તો ખરા કે પૂર્વ ભવમાં શું શું કરેલું ? કયા કયા સુકૃતો કરેલા ?' | રોહિણિયાને મનમાં આવ્યું કે હવે જો હું પૃથ્વી પરથી મરી જ ગયો છું, અને સ્વર્ગમાં જન્મી જ ગયો છું તો કહી દેવા દે કે સુકૃત-બુકૃત કાંઈ નહીં મેં તો અઠંગ ચોરીઓ કરેલી. આમ બોલી નાખવાનું એના ગળા સુધી આવ્યું પણ ત્યાં પ્રભુનાં પેલા પરાણે સંભળાઈ ગયેલા 3 વચન યાદ આવ્યા કે, * (1) “દેવતાના ગળામાં ફૂલની માળા કદી કરમાતી નથી. * (2) દેવતાની આંખ કદી પલકારા મારતી નથી. * (3) દેવતા જમીનને અડીને ઊભા રહેતા નથી.” અહીં એ જુએ છે તો બધું એનાથી ઊલટું જ દેખાય છે (1) તૈયારી તરંગવતી 202