________________ ચાલ્યા જઈએ શુક્ન કરતાં શબ્દ આગળ એમ કહેવત છે. બહાર કોઈ કામ માટે નીકળવા જતા હોઈએ અને કુદરતી બાજુમાંથી કોઈ શબ્દ સંભળાય કે કશો ભલીવાર નહિ આવે તો પછી સમજી રાખવાનું કે કાર્ય માટે જવામાં સફળતા નહિ મળે. એથી ઊલટું જો છેલ્લા શબ્દ સાંભળવા મળે કે ફતેહના ડંકા બેડા પાર તો સમજવું કે સફળતા મળશે એમ સારા શુકનમાં પણ. શુકન કરતાં શબ્દ આગળ, શુકન શુકનનો ભાવ ભજવે” ઇત્યાદિ કહેતીઓ એટલા માટે યાદ રાખી અવસરે અવસરે એનો ઉપયોગ કરવાનો છે કે જો એ શુકનવંતા શબ્દો કે અન્ય શુભ શુકનોની અવસરે અવગણના કરી હોય છે તો સારા મહાન લાભ ગુમાવવાનું થાય છે. જો એ લાભ ન ગુમાવ્યા હોત તો એ લાભથી ચિત્તની સમાધી-સ્વસ્થતા-સ્કૂર્તિ એવી ઊભી થાત કે એના પર વિશેષ તેજસ્વી ધર્મસાધના બનાવી શક્યા હોત; નવી કોઈ સાધના યા સુકૃત કરવાની પ્રેરણા ઊભી થાત. એમ જો શુકન યા અપશુકનના શબ્દની અવગણના કરી કામ કરવા નીકળ્યા હોઈએ, તો પછી આફત વહોરીને પસ્તાવાનું થાય છે, ને જરૂર પડ્યે એ પસ્તાવો અવારનવાર યાદ આવી આવીને ભવિષ્યમાં ય દુ:ખ થતું રહે છે. કર્મના ઉદય બે પ્રકારે, સનિમિત્તક-અનિમિત્તક : પન્નવણાશાસ્ત્ર કહે છે, કર્મ બે જાતના હોય છે, - (1) એક સનિમિત્તક ઉદયવાળા, અને (2) બીજા નિર્નિમિત્તક ઉદયવાળા. આમાં પહેલી જાત એવી કે તમે નિમિત્ત આપો તો એ કર્મ ઉદયમાં આવે દા.ત. ચાલતાં ભાન ન રાખો અને ઠોકર ખાઓ તો વાગે એ અશાતા વેદનીય કર્મ સનિમિત્તક ઉદયવાળા હતા તે ઉદયમાં આવ્યા. ત્યારે નિમિત્ત આપ્યા વિના ઉદયમાં આવ્યા તે નિર્નિમિત્તક દા.ત. સનતકુમાર ચક્રવર્તીએ કોઈ નિમિત્ત આપ્યા વિના એકાએક એને 16 રોગ ઉત્પન્ન થઈ ગયા, તે એવા નિર્નિમિત્તક ઉદયવાળા કર્મના લીધે. શુકન ! અપશુકન તેવાં તેવાં કર્મના સુચક છે. દા.ત. ધનાજી પર એમના ત્રણ ભાઈઓ ઈર્ષ્યા કરતા હતા. બાપે એકવાર ચારેય ને 100-100 રૂા. આપી વેપાર કરી આવવા કહ્યું. ત્રણ મોટા તો શુકન જોયા વિના એક દાણા બજારમાં ગયો, બીજો કોલસા બજારમાં, ત્રીજો લાકડા બજારમાં ગયો, ત્રણેયે બબ્બે ત્રણ ત્રણ રૂપિયા કમાવી લાવ્યા. ધનાજી કુશળ, તે ઘર બહાર નીકળતા પહેલા દરવાજામાં ઊભા રહી નવકાર ગણે છે, અને શુભ શુકનની રાહ જુએ છે. એમાં ભંગાર બજારની કર્મ ! તારી ગતિ ન્યારી 191