________________ તરંગવતી કોઈ અપૂર્વ હર્ષવશ શરીરે કંપ અનુભવે છે, અને પદ્મદેવના પગે પડી જાય છે. પહ્મદેવ ઊભરાતા પ્રેમથી કહે છે,–“સુસ્વાગત તને !" એમ કરી અનિમેષ નયને એના સામે જોઈ રહે છે ત્યાં તરંગવતી પણ એને એ રીતે જોવામાં લીન બને છે. પમદેવ તરંગવતીને કહે, “આટલું બધું સાહસ શું કામ કર્યું ? કેમકે તારા પિતાને જો આ ખબર પડે, તો જુલમ થાય ! કારણ તારા પિતાજી રાજાને વહાલા છે. નગરશેઠિઆઓમાં અગ્રણી છે, સર્વમાન્ય વચનવાળા છે. એ જો આપણા બંનેનો આ અવિનય જાણે તો રોષાયમાન થઈ જાય, અને આપણા બંનેના કુળને ધક્કો લાગે એવું કરી બેસે ! માટે જયાંસુધી એમને ખબર નથી પડી ત્યાંસુધીમાં તું તારા ઘરે પાછી પહોંચી જા, અને વિશ્વાસ રાખ કે હું તેવા કોઈ પ્રયત્ન કરું છું, જેથી તારા પિતા જ તને મારી સાથે વરાવી દે, બીજા શેઠિયા દ્વારા તારા પિતાને સમજાવવા હું પ્રયત્ન કરીશ.” કેટલી ન્યાય પુરસ્સર અને ધીરજથી વાત કરે છે ! શું એને તરંગવતી નથી ગમતી ? ગમે છે, અને વળી એ સામે ચાલીને આવી છે. પરંતુ પોતે કુળવાન માણસ, તે જોઈ વિચારીને પગલું ભરવું એમ માનનારો છે. ઊગતી યુવાનીમાં યૌવનના ઉન્માદને દાબીને પ્રૌઢ વિચારસરણી રાખવી એ આત્માની વિશિષ્ટ યોગ્યતા સૂચવે છે. પમદેવને પૂર્વ ભવનો પ્રેમ છે, તે અહીં વિશેષ ઉત્તેજિત થયો છે, આમ યોગ્ય પાત્ર મળ્યું છે, પરંતુ કુળકલંક લોકનિંદા થાય એવું એને કરવું નથી. જીવ હૈયાથી ધર્મ કેવોક પામ્યો છે, એનું અનિંદ્ય વ્યવહાર પર માપ નીકળે છે. દુન્યવી રાગની ફસામણી ખરી, પરંતુ એમાં વિવેકશૂન્યતા નહિ, અંધ આવેશ નહિ; એટલે પધદેવ તરંગવતીને કહી રહ્યો છે કે આંધળિયા ન કર, હમણાં ઘરે પાછી પહોંચી જા, હું તને મેળવવા પ્રયત્ન કરું છું તું ચિંતા ન કરીશ.' આ જયાં કહી રહ્યો છે ત્યાં કુદરતી બાજુમાં કોઈ ગીતનો અવાજ આવ્યો, જેમાં એ વાત હતી કે “જે સામે ચાલીને આવેલા પોતાના પ્રિય પાત્રને ઇચ્છતો નથી, તે પ્રેમી જ નથી.' એ પરથી તરંગવતી કહે છે, જોયું ? કુદરતે આ કેવો સંવાદી સૂર મળ્યો ? પત્રદેવ કહે હા, તો પછી એ જ સારું છે કે આપણે બીજી જ દિશામાં - તરંગવતી 190