________________ છે. તરંગવતી એને જોઈને ઠરી જાય છે ! શું એનું રૂપ-લાવણ્ય-કાન્તિ ! જોઈને જ માતાનાં ઓવારણાં લે છે “માડી ! આવા ધન્ય પુત્રને જન્મ આપનાર તું? તારા હું ઓવારણાં લઉં ! એને મનોમન થાય છે કે આવા ગુણગણ-ભંડાર સ્વરૂપ પુત્રને જન્મ આપનાર માતાપિતાને કેટલો બધો ધન્યવાદ ઘટે છે ! “ધન્ય માતા જેણે ઉદરે ધરિયા, ધન્ય પિતા જસ કુલે અવતરિયા.” પૂર્વભવમાં પ્રિય કરેલો ચક્રવાક જ અહીં લાંબા કાળે દેખવા મળ્યો, તે આંખ હરખના આંસુથી ભીંજાઈ ગઈ. દાસી કહે છે “અહીં એક બાજુ આપણે ઊભા રહીએ, એમ કરી તરંગવતીને બાજુએ ઊભી રાખે છે. તે એમ ઊભી ઊભી તરંગવતી પ્રિયનું મુખદર્શન કરી રહી છે. દાસી એનાથી જરાક આગળ ઊભી છે, તે પદ્ધદેવની નજરે ચડી. એણે એને તો પહેલાં જોઈ છે. કેમકે પોતાને એ મળી છે, વાતો કરી છે, તેથી તેને જોતાં જ પદ્મદેવ સમજી ગયો કે કાંઈક મહત્ત્વનો સંદેશ લાવી લાગે છે. એટલે એને મળવા માટે પહેલાં એણે પોતાના મિત્રોને કૌમુદી મહોત્સવ જોવા નિમિત્તે રવાના કર્યા. પદ્મદેવ પછી હરખભેર ઊઠ્યો. જ્યાં હું શરમાતી ઊભી છું ત્યાં એની નજર બાજુએ ઊભેલી દાસી પર રાખી દાસીને હરખભેર બોલાવે છે; બાજુમાં ઊભેલી તરંગવતીને એ ઓળખી શકતો નથી, તેથી દાસીને કહે છે, બોલ, બોલ, મારા જીવનતળાવની પાળ સમાન, મારા સુખને કરનારી, મારી સહચરી, એ તારી સ્વામિની કુશળ છે ને ? હું તો કામદેવના બાણથી વિધાયેલો હોઈ મને જરાય ચેન નથી. આ તો તને જોઈ એટલે મને કાંઇક ચેન પડ્યું કે એ પ્રિયાના કોઈ ખબર લાવી હશે. તેથી મારો શોક ઊડી ગયો; અને મને આનંદ થતાં મિત્રોને મેં બહાનું કાઢીને અહીંથી રવાના કર્યા. હવે પ્રિયાને મળવા અતિ ઉત્કંઠિત બન્યો છું, તેથી તારી સાથે આવવા ઇચ્છું છું. પરંતુ તે પહેલાં તને પ્રિયાએ શું કહી મોકલી છે, તે સાંભળવા ઇચ્છું છું. માણસને પ્રિય હૈયે વસી ગયા પછી પ્રિયના ખુશી સંદેશા માટે બહુ જિજ્ઞાસા હોય છે. આપણા દિલને પ્રભુ પ્રિય તરીકે હૈયે વસી ગયા હોય તો એમના ખુશી ખબર અને સંદેશાને કેવા જિજ્ઞાસુ હોઈએ ? ત્યાં દાસી કહે છે, એના સંદેશાને શું ઝંખો છો ? એ ખુદ પોતે અહીં આવી છે, આવો આ તમારી પ્રિયાને હાથેથી જ ધારણ કરો. જેમ સમુદ્રને ગંગા જઈ મળે એમ તમને તરંગવતી મળવા આવી છે, એમ કહી પદ્મદેવને દાસી તરંગવતી પાસે લઈ જાય છે, ત્યાં તરંગવતીની સામે જઈને ઊભા, ત્યાં કર્મ ! તારી ગતિ ન્યારી 189