________________ સાફ ધોવાઈ જાય. અહાહા ! પ્રભુ તમને જોઈ જોઈ મારી આંખો ધરાતી નથી. કેમ જાણે પ્રભુ તમને જીવનભર ક્ષણનું આંતરું પાડ્યા વિના તમને જોયા જ કરું. કેવીક તમારી વીતરાગી મુદ્રા ! તમને ને તમારા ઉપકારોને જોઈ જોઈ અને તમારા ગુણ ગાઈ ગાઈ મારું હૈયું ઉછળું ઉછળું થાય છે. મારા નાથ ! બસ, હવે એટલું જ માગું છું કે મારે ભારોભાર અનન્ય પાત્ર બની રહો; અને મારે તનતોડ મનમોડ સેવા કરવા તમે જ મારે અનન્ય સેવ્ય બની રહો. જય હો જય હો પ્રભુ ! આપ સદા મારા દિલમાં જયવંતા વાર્તા !" પરમાત્માનાં દર્શને જવા પૂર્વે શું આપણને પ્રભુને મળવાની ભારે તાલાવેલી સાથે આવા આવા તરંગો થાય છે ખરા ? જ એ થતા હોય, તો પછી આપણે વીતરાગના મંદિરે જઈ કેવાંક પ્રભુદર્શન કરીએ ? દાસીએ તરંગવતીને એના પ્રિય પાસે લઈ જવાનું મંજૂર કર્યું ત્યારે તરંગવતીના મનમાં કેવા કેવા હરખના તરંગો ઊછળ્યા એ પરથી પ્રભુદર્શને જતા પહેલાં કેવાક તરંગો હૈયે ઉછળતાં કરવાના એનો આ સામાન્ય વિચાર કર્યો. તરંગવતી સાધ્વી શેઠાણીને આગળ કહી રહી છે કે પ્રિય પાસે જવા હું અને સારસિકા બંને ઊઠ્યા, એમાં હું મારા પ્રિયના મુકામે હૃદયથી તો પહેલા પહોંચી ગઈ, અને પગેથી પહોંચતા વાર લાગી. અમે બંને એકબીજાનો હાથ પકડી મકાનના ગુપ્ત દરવાજેથી નીકળ્યા, રસ્તા ઉપર ચાલ્યા, ત્યાં તો કૌમુદી તહેવાર ચાલતો હતો એટલે રસ્તા પર બહુ મનોહર પખણા-દશ્યો જોવાના ગોઠવાયેલા હતા. આખો રાજમાર્ગ વિવિધ રમણીય પંખણાંની હારમાળાથી વ્યાપ્ત હતો. દશ્યો ખરેખર જોવા જેવા સુંદર હતા. પરંતુ પ્રિયપુરુષનાં દર્શન મિલન માટે ભારે ઉત્સુક મારું મન એ કોઈ દશ્યમાં જતું નહિ. યોગી પુરુષોની આ સ્થિતિ હોય છે. યોગીજનોને અંતરમાં પરમાત્મ-તત્ત્વ શોધવાની ભારે ઉત્સુકતામાં એમની આંખ કાન કે મન બીજા કશામાં જતું નથી. તરંગવતી દાસીની સાથે જઈ રહી છે, પેખણાં કશા જોવામાં મન નથી, વાહનમાં ફરનારી અને અત્યારે ચાલવાનો શ્રમ લાગતો નથી ! જઈ ઊભી પમદેવની હવેલી પાસે. ત્યાં જુએ છે તો હવેલી આગળ પાદેવ મિત્રો સાથે ગોષ્ઠી કરી રહ્યો છે. સારસિકો જરાક આઘે ઊભી રહી ને તરંગવતીને દેખાડે છે કે જો, પેલો મિત્રોથી વિટળાઈને બેઠેલ યુવાન એ જ તારો પ્રિય પદ્મદેવ 1 88 - તરંગવતી