________________ દાસી હવે સમજી ગઈ કે આ કાંઈનું કાંઈ કરી બેસે એના કરતાં એને લઈ ચાલવા દે. કહે છે, “તારી બહુ ઇચ્છા છે તો ચાલ ચાલ હું તને લઈ જાઉં છું. ઉઠ.' તરંગવતીના પ્રિયદર્શન અંગેના તરંગો : તરંગવતી સાધ્વી જ્યાં વહોરવા ગઈ છે તે ઘરની શેઠાણીની માગણીથી પોતાની આત્મકથા કહી રહી છે. ત્યાં એ કહે છે,- ગૃહિણી ! મારી દાસી સારસિકાએ જયાં મને લઈ જવા મંજૂર કર્યું ત્યાં મને એટલો બધો અત્યંત આનંદ થયો કે કહેવાની વાત નહિ ! મનમાં તરંગો ચાલ્યા, “અહાહા ! હવે મને પ્રિયનાં દર્શન મળશે ! ને એમને જોઈ જોઈ મારાં નેત્ર ધરાશે નહિ ! જઈને સીધી એમને જયનાદથી વધાવીશ. જય હો જય હો મારા અંતર્યામી સ્વામિનાથનો,” અને વધાવીને સીધી એમના પગમાં પડીને આંખના આંસુથી એમના ચરણનું પ્રક્ષાલન કરીશ. અને કહીશ કે “નાથ ! નાથ ! મારા પૂર્વના પ્રાણનાથ ! ઘણા વખતે આપનાં દર્શન મળ્યા ! આપે દર્શન આપી મારા પર અસીમ ઉપકાર કર્યો ! હવે ભાઈસાબ ! મને કૃપાદૃષ્ટિથી નવરાવી નાખો. તમને જોઈ જોઈ મારું હૈયું ઊછળે છે કેવી ભગવાનની અપરંપાર દયા કે તમારો ફરીથી યોગ કરાવી આપ્યો ! લાખ લાખ ધન્યવાદ પ્રભુને ! હવે મારે હૈયાનો પ્રેમ ઠાલવવા મનમાન્યું મહાપાત્ર મળી ગયું ! ધન્ય ભાગ્ય મારાં કે ચોવીસે કલાક તન મન મોડીને સેવા કરવા સેવ્ય મારા નાથ મળી ગયા ! હવે મારે શી ખોટ છે ? મારા પ્રભુ ! મારા નાથ ! ચિરંજીવો ! ચિરકાળ જયવંતા વર્તો, તમારું આરોગ્ય-કૌશલ્ય ચિરકાળ સુખરૂપ ચાલો...' પરમાત્મદર્શન અંગેના તરંગો : તરંગવતી કેવા તરંગોમાં ચડી છે ! શેના પર ? હવે નાથ મળશે એના હરખ હરખ ઉપર તરંગવતીના હૈયાના આ ભાવ આપણે આપણા હૈયામાં પ્રભુ પ્રત્યે ઉતારવાના છે. જોઈ જોજો એ બધા સંબોધન પરમાત્મા પ્રત્યે લાગું કરતાં કેવો હરખ હરખ થશે. જુઓ, ભગવાનને આપણે પણ સંબોધી શકીએ જય હો, જય હો, જય જય, મારા અંતર્યામી સ્વામિનાથનો જય હો ! ક્યારે જાઉં મારા પ્રભુ પાસે અને એમના પગમાં પડી આંખનાં આંસુથી એમના ચરણને પ્રક્ષાલન કરું ! ને કહું નાથ ! મારા પ્રાણનાથ ! અનંત કાળે આપનાં દર્શન મળ્યાં ! આપે દર્શન આપી મારા પર અપરંપાર ઉપકાર કર્યો ! હવે પ્રભુ ! મને કૃપાદૃષ્ટિથી નવરાવી નાખો, જેથી મારા રાગદ્વેષ કામક્રોધાદિ મેલ કર્મ ! તારી ગતિ ન્યારી 187