________________ દિશામાં સુંદર શુકન જોયું, તો “નમો અરિહંતાણં' કરી ભંગાર બજાર તરફ ઊપડ્યા ! ત્યાં મશાણનો ભંગી કોઈ મરેલાને ખાટલીમાં ઉપાડી લાવેલા, તેની ખાટલી પરાણે માગી લઈ અહીં વેચવા લઈ આવેલો, ધનાજીએ ભંગીની એ બધી વાત સાંભળી કે મરનાર ડોસાએ છોકરાઓ પાસેથી મરતાં વચન લીધેલું કે તમને મર્યા પછી ખાટલીમાં જ મશાણે લઈ જઈ ખાટલી સાથે જ બાળીશું' આ પરથી ધનાજીએ અનુમાન કર્યું કે “મરનાર ડોસાએ હિસાબ માંડ્યો હશે કે ખાટલી સાથે શરીર બળવાથી પરભવે શરીર મળે છે, તો પછી એ ખાટલી સાથે એમાં છુપાવેલા રત્નો પણ બળીને પરભવે મને રત્નો પણ મળશે. આ હિસાબે ડોસાને ખાટલી સાથે બાળવા લઈ આવ્યા. હવે ભંગી છોકરાઓને કહે તમે વચન આપ્યું એટલે ડોસાનો જીવ તો સગતિએ પહોંચી ગયો. હવે તમે મને ગરીબને ખાટલી આપી દો; તેથી કાંઈ ડોસાની ગતિ નહિ બગડી જાય કે નહિ બદલાઈ જાય. એટલે છોકરાઓએ દયાથી ભંગીને ખાટલી આપી દીધી.” બસ આ અનુમાનથી 1-2 રૂ.માં ધનાજી ખાટલી ખરીદી ઘરે લાવ્યા અને ઘરના ચોકમાં ઊંચેથી ખાટલી જોરથી નીચે પટકતાં ઇસો ભાંગી, અને એ પોલી ઇસોમાંથી રત્નો નીકળી પડ્યા ! શુકન શું કામ કરે ? આ ! અલબત ધનાજીના શુભ કર્મ ઉદયમાં આવ્યા. પરંતુ શુકન પર વિશ્વાસ રાખી એની દિશામાં ચાલ્યા, તો એ નિમિત્ત મળ્યું અને સનિમિત્તક કર્મ ઉદયમાં આવ્યા. | ‘તો તો પછી બહેતર છે કે આપણે કોઈ અન્ય દેશમાં ચાલ્યા જઈએ. પરંતુ એમાં તમને કષ્ટ બહુ પડશે.” અહીં તરંગવતી પતિ-વિયોગના દુ:ખને અને પતિ વિના બાપને ઘરે એકલી અટૂલી સોસાઈ મરવાના દુઃખને મનમાં લાવી રોઈ પડે છે, ને રોતી રોતી કહે છે, “કષ્ટ ? કષ્ટ ગમે તેટલા આવો, પણ તમારી સાથે રહીને એ કષ્ટ સહી લેવા હું તૈયાર છું, એ કષ્ટને હું ઘી-કેળાં માનું છું તેથી એ સહીશ, પણ હવે પાછી ઘેર જવા મારી શક્તિ નથી. હું તમો જ્યાં જાઓ ત્યાં તમારી સાથે રહીશ તમો જ્યાં કહો ત્યાં આપણે જઈએ.” સાંસારિક જીવોના આવા પ્રસંગ આપણને ભવ્ય બોધપાઠ આપી જાય છે, કે પરમાત્મા સાથે અથાગ પ્રીત લાગી જાય પછી અંતરમાં પ્રભુનો સંગ ન છૂટે, એ માટે દુનિયાનું બીજું બધું વહાલું પણ છોડવાની કેટલી બધી ઉત્કંઠા હોય ? તરંગવતીની એ દશા થઈ કે પોતાના પ્રિયનો હવે સંગ ન છૂટે, વિયોગ 19 2 - તરંગવતી