________________ મારા માટે અકાર્ય હોય તો ય જો તું મને મરતી જોવા ન ઇચ્છતી હોય, તો ઊઠ લઈ જા મને એમની પાસે.” આવું જ્યારે તરંગવતી બોલી ત્યારે એમાં દાસીએ જોઈ લીધું કે હવે વિલંબ કરવા જેવો નથી કોણ જાણે શુંનું શું કરી બેસે ?" તેથી તરંગવતીને કહે સ્વામિની તારો બહુ આગ્રહ છે તો ચાલ લઈ જાઉં તને.' પ્રિયને મળવાની કેવી તાલાવેલી ! આપણે આ પરથી આપણા આત્મા માટે આ તપાસવા જેવું છે કે “આપણા પ્રિય પરમાત્માને મળવાની તાલાવેલી કેવી ? અને કેટલી ? | દર્શનની તાલાવેલી કેવી ? વકીલને મળવા જવા જેવી ? : પ્ર.- રોજ પ્રભુદર્શને તો અમે જઈએ જ છીએ; તે શું તાલાવેલી વિના જઈએ છીએ ? ઉ.- તાલાવેલી સમજો છો ? કોરટની કેસની મુદત હોય અને વકીલે કહ્યું હોય “તમે વહેલી સવારે મને મળવા આવજે એટલે તમારી પાસે બધી વિગત સમજી લઈ બપોરે કોરટમાં કેમ રજુઆત કરવી તે ગોઠવી દઈશ.” હવે બોલો, વકીલને મળવાની પેલાને તાલાવેલી કેવી હોય ? કેટલી હોય ? અને સવારે વેળાસર ઊઠીને જાય, વકીલ મળી જાય, અને પોતાની વાત વકીલ સાંભળી લે, ત્યાં એને કેટલો બધો સંતોષ થાય કે હાશ ! વકીલ તરત મળી ગયો ને મારી વિગત બરાબર સાંભલી લીધી ! સારું થયું.” આપણને સવારે પ્રભુના દર્શને જવાની આવી તાલાવેલી ખરી ને ? પેલાને રાત્રે સૂવા જતાં આ ખણજ કે મારે વહેલા વકીલને મળવાનું છે,' એમ આપણને રાત્રે સૂવા જતાં ખણજ ખરી ને કે મારે સવારે વહેલા પ્રભુને મળવા જવાનું છે ? ને મારે મારી વિગત સંભળાવવાની છે ?' આ ખણજ, આ તાલાવેલી છે ખરી ? એમ કહો રાતની કાં માંડો ? ઠેઠ સવારે દર્શનના સમય પહેલાં પણ એવી તીવ્ર ખણજ તીવ્ર તાલાવેલી ક્યાં છે ? બસ, રોજના રાબેતા મુજબ સવારે પ્રભુદર્શન કરી આવવાના, એટલી જ ગણતરી છે. દર્શનની કોઈ તેવી તીવ્ર ખણજ તીવ્ર તાલાવેલી કશી જ નહિ ! એટલે પ્રભુદર્શને પ્રભુને આપણું કશું દરદ સંભળાવવાની પણ તીવ્ર તાલાવેલી નથી કેમ એમ જ ને ? કારણ કાંઈ ? કહો, અમે પેલા વકીલની જેમ પ્રભુ પ્રિય નથી બનાવ્યા ! આ તો માત્ર દર્શન વખતની તાલાવેલીની દિવસમાં પ્રિય પ્રભુનાં દર્શનની, પ્રભુને મળવાની, અને આપણી વાત 1 84 - તરંગવતી