________________ સંભળાવવાની તાલાવેલી તો નહિ, પણ સંભારણું ય ક્યાં છે? આ તો બાહ્યમાં નાનારૂપમાં પ્રદર્શનની મૂર્તિદર્શનની) તાલાવેલીની વાત થઈ, પરંતુ તેથી ય મોટા દર્શન આભ્યન્તરમાં કરવાના છે. આપણે પરમાત્માને મનમાં લાવીએ, હૃદયમાં ધારીએ, અને એ જાણે જીવંત બેઠા છે. અને એમને આપણે વિનંતી કરીએ છીએ, તથા આત્મસાત કરવા પ્રયત્ન કરીએ છીએ; એમ ધારવાનું છે. આમાં દા.ત. ભલે સીમંધર પ્રભુની હજૂરમાં આજે આપણે ન પહોંચી શકીએ, કિન્તુ આત્યંતરમાં પ્રભુની સાથે મળવાનું ગમે તે સમયે સાક્ષાત્ જેવું કરી શકીએ છીએ, યાવત્ કષ્ટમય અંતિમ મૃત્યુ સમયે પણ આપણા અંતરમાં સીમંધર પ્રભુને હાજરાહજૂર જેવા મળી શકીએ છીએ, ને એમને વાત વિનંતી કરી શકીએ છીએ. પ્ર.- આભ્યન્તરમાં પ્રભુની શી રીતે ધારણા કરી શકીએ ? : ઉ.- આનો ઉપાય સરળ છે,- મંદિરમાં પ્રભુનું દર્શન કરતાં હોઈએ ત્યારે એક બે મિનિટ પ્રભુને ઉઘાડી આંખે જોઈ લીધા પછી બંધ આંખે મનથી જોવાના. એ પણ પહેલાં બહારમાં ધારવાના અને પછી અંદરમાં હૃદયમાં બિરાજમાન ધારવાના. ખૂબી એ થશે કે કે ઉઘાડી આંખે પ્રભુને જોઈએ ત્યારે પ્રભુની સાથે આસપાસનું ય દેખાતું રહે છે, એટલે પ્રભુ ઉપર એટલી બધી એકાગ્રતા કોન્સન્ટેશન કરવાનું મુશ્કેલ પડે છે; પરંતુ જ્યાં પ્રભુને બંધ આંખે જોવાનું કરીએ, ત્યાં આસપાસનું બધું દેખાતું બંધ થાય છે, અને માત્ર પ્રભુને ધારીએ એટલે પ્રભુ જ દેખાય છે. અલબત અંતરમાં પ્રભુને ધારવા માટે, મગજ પર બાહ્યદર્શનનાં બહુ ભાર, ટેન્શન નહિ રાખવા જોઈએ. નહિતર અંતરમાં પ્રભુને ધારવા જઈએ ત્યારે ય એ ભૂતડાં અંતરમાં સળવળ્યા કરે એટલે પ્રભુને ચોક્કસ રૂપે ધારવા ન દે. બાકી તો ફોરા મનથી અંતરમાં પ્રભુને ધારીએ એટલે તો અંતરમાં પ્રભુ જાણે આપણી સામે આપણી અરજી સાંભળવા હૂબહૂ બેઠેલા દેખી શકાય. પછી ત્યાં પ્રભુને આપણાં દિલદર્દ કહી શકીએ કે પ્રભુને પ્રાર્થના : “નાથ ! હું કર્મોથી અને મોહની રાગ-દ્વેષાદિ લાગણીઓથી ઘણો ઘણો પીડિત છું. ભૂતકાળની ભૂલો યાદ આવી આવી મનને વ્યથિત કરી દે છે. મનને એમ થયા કરે છે કે અમુક વખતે મેં આમ કર્યું હોત તો ઠીક રહેત ! અથવા કરવા જેવું અમુક ન કર્યું તો બાજી ભારે બગડી ગઈ ! એના દુઃખદ પરિણામ મારે હજી ભોગવવા પડે છે ! આ બધાં કર્મ ! તારી ગતિ ન્યારી 185