________________ આશય ન સમજવામાં કેવું પાપ ? સામાનો શુદ્ધ આશય ન સમજવામાં કેવાક અનર્થ થાય છે ! પછી, ન છાજતા વિચાર કરશે, અણછાજતા બોલ બોલશે, અને અઘટતાં આચરણ કરશે !" ત્રિશલામાતાને આશય ન સમજાતાં દુઃખ : જુઓ, મહાવીર પ્રભુ ગર્ભમાં હતાં ત્યારે એમને માતૃભક્તિ ઊભરાઈ આવી. એમને એમ થયું કે હું આ શરીરથી હાલ હાલ કરું છું એમાં માતાને કષ્ટ પડે છે, માટે હું મન મારીને શરીરને સ્થિર નિષ્કપ રાખું' એમ વિચારી પ્રભુ સ્થિર બની ગયા, ત્યારે માતાને ગર્ભના જીવનો આશય સમજાયો નહિ. એટલે એમને ઊંધો વિચાર આવ્યો કે હાય ! પહેલાં મારો ગર્ભ સળવળતો હતો, હવે એ સળવળાટ દેખાતો નથી તો શું મારો ગર્ભ ચ્યવી ગયો ? ગળી ગયો ?..." એમ કરી માતા ભારે ગમગીનીમાં પડ્યા; પ્રભુએ એ જાણીને જોયું કે મેં માતા પ્રત્યેની ભક્તિથી એમને શાતા માટે સ્થિર રહેવાનું કર્યું, તો માતાને અશાતા માટે થયું ! તેથી મારે પૂર્વવત્ સળવળતા રહેવું જ ઉચિત છે.' એમ કરી ગર્ભમાં સહેજ સળવળ્યા એટલે માતાને સંતોષ થયો કે હાશ ! મારો ગર્ભ પડી ગયો નથી,' પ્રભુના ભક્તિભર્યા આશયને નહિ સમજી શકવાથી માતાને સ્વમતિ કલ્પનામાં દુઃખ થયું ! તરંગવતીને આશય ન સમજવાથી દુઃખ : એવું અહીં તરંગવતીને બને છે. પોતાના પ્રિય પમદેવનો ગંભીર આશય નહિ સમજી શકવાથી ઊંધું માની બેસે છે કે એ વિલંબનું કહે છે એ સૂચવે છે કે એમની મારા પ્રત્યે પ્રેમ-લગન ઓછી છે, ને તેથી એ ખિન્ન થઈ જાય છે. સંસારમાં આવું કેટલું ય ચાલતું હોય છે કે સામાનો આશય ન સમજી શકવાથી માણસ કષાયની પરિણતિમાં પડે છે. જો સામાના આશયનો વિચાર કરે અને આશય સમજે, તો ખોટા દુઃખ ખોટા કષાય ઊઠવાનું ન થાય. આશયની ઊંધી સમજમાં દુઃખ; અને સીધી સમજમાં દુઃખ પલાયન. તરંગવતી, પમદેવનો વિલંબ થાય એટલી ધીરજ ધરવાની એ કથનનો આશય ઊંધો સમજી બેઠી ! કે મારા પર હવે એવો પ્રિયનો જવલંત પ્રેમ નથી, તેથી દુઃખી થાય છે. ત્યાં સારસિકા કહે,- અરે મારી સ્વામિની ! દુઃખી શાને થાય ? જરા એમણે આપેલા પ્રેમ પ્રીતિ ભર્યા પત્રના લખાણને જો. તારા મનોરથને પૂરે એવી કેટલી બધી પ્રીત એમાં ઠાલવી છે ! અને તારા સમાગમની કેટલી બધી આતુરતા બતાવી છે !' કર્મ ! તારી ગતિ ન્યારી 1 81