________________ દા.ત. (1) અશાતા વેદનીય કર્મ ઉદય આવ્યા, તાવ ખાંસી થઈ, એ કર્મથી દુ:ખ તો આવ્યું, પરંતુ હવે એના પર એમ વિચારવા બેસે કે “હાય ! આ ક્યાં તાવ આવ્યો ? મારે કેટલાં કામ બગડશે ?' યા “આ દિવાળીમાં તૈયાર કરેલા માલ મેવા ઉડાવવાના રહી જશે ! આમ કર્મે આપ્યા દુ:ખમાં બળાપામાં દુ:ખ વધી ગયું. એમ (2) કોઈના તરફથી આપણને કશું દુઃખ આવ્યું, કશી પ્રતિકૂળતા થઈ, તો એના પર જો એમ વિચારવા બેસીએ કે “આ નાલાયક સમજે છે શું ? એના બાપનું મેં શું બગાડ્યું હતું તે આમ મારું બગાડવા આવ્યો ? આવા હરામીઓને તો બતાવી દેવું જોઈએ !' તો સામાએ આપેલા દુ:ખમાં આમ અસત્ વિચારો કરી વધારે દુઃખી થઈએ છીએ. આ તો કદાચ સામા તરફથી પ્રતિકૂળતા આવી એના પર અસત્ વિચારણાથી સંતાપનું દુ:ખ, પરંતુ કેટલીકવાર સામાએ આપણું કશું બગાડ્યું નથી, છતાં ય પોતે સામાના આશયને નહિ સમજી અસત્ કલ્પના કરાય, તો એનું દુઃખ મફતિયું ઊભું થાય છે. આશયની ગેરસમજથી આનંદકુમારે પિતાને તલવાર મારી : દા.ત. સમરાદિત્ય કેવળી બીજા ભવમાં રાજા સિંહકુમાર છે, તે એકવાર નદીના કિનારે જુએ છે તો એક દેડકાએ મોંમાં જીવડું પકડ્યું છે; ને દેડકાને સરદાએ મોંમાં પકડ્યો છે, તેમજ સરતાને વળી એક સાપે મોમાં પકડ્યો છે, તો સાપને એક જંગલી પ્રાણી તરછાએ પકડ્યો છે !..' આ “મસ્ય-ગલાગલ આવી દીકરાને રાજય સોંપી ચારિત્ર લેવાની તૈયારી કરે છે. એ માટે દીકરાને બોલાવવા એના આવાસે માણસ મોકલે છે. માણસ જઈને કહે છે કે તમને રાજયગાદી સોંપવાની છે, તો પધારો, બાપાજી બોલાવે છે, ત્યારે છોકરો આનંદ પિતાના આશયને ઊંધો સમજે છે. તેથી કહે છે, શું હું ગરીબડો દયાદાન પર જીવનારો ? તે બાપાજી મને રાજ્યનું દયાદાન કરે, ને તે મારે લેવાનું ? છત્ હું કાંઈ ભિખારી નથી તે બાપાજી રાજ્યની ભિક્ષા આપે ને તે હું લઉં. હું તો મારા બાહુબળથી રાજ્ય લઈશ.' આટલું કહીને ય એ જપ્યો નહિ, પરંતુ માણસે જઈને બાપ રાજાને આ વાત કરી ત્યારે રાજા પોતે સમજાવવા અને ગેરસમજ હોય તો કાઢી નખાવવા આવ્યા, ત્યારે એ રાજાના આશયને ઊંધો સમજનાર કુમારે શું કર્યું જાણો છો ? એણે સીધી તલવાર હાથમાં લઈ બેઠેલા રાજાના શરીર પર તલવારનો ઘા ઠોક્યો ! - તરંગવતી