________________ સુધીના ઉત્કૃષ્ટ ગુણોનો ભંડાર બનેલા પરમાત્મા પર આપણને અતિરાગ કેમ નથી થતો ? એ ક્યારે થવાનો ? અને એ અતિરાગમાં મૃત્યુ જેવું મહાકષ્ટ તો નહિ, પરંતુ એનાથી નાના નાના ત્યાગ-પરિષદનાં કષ્ટ વધાવવાની આપણી તૈયારી ક્યારે ? 13. વીતરાગ પર અતિશય પ્રેમ | પેલો વિષયોનો અતિરાગ તો પાગલતાનો છે, મોહ-મૂઢતાનો છે; ત્યારે વીતરાગ પર અતિરાગ એ પ્રકાશમાન સમ્યગ્દર્શનનો વિવેક છે. ઘાણીમાં બાળમુનિ : પાલક પાપીની ઘાણીમાં નાના બાળમુનિ ય હોંશે હોંશે કૂદી પડ્યા ને પીલાયા ! એ ક્યા બળ પર ? કહો, પ્રભુ પરના અતિરાગના બળ પર. બાકી એમની ઉંમરના પ્રમાણમાં તો એટલો શાસ્ત્રબોધનો સંચય એમની પાસે હતો નહિ, ઊંડા તત્ત્વોની સમજ હતી નહિ, તો કયાં બળ ઉપર આ મહાપરાક્રમ કર્યું ? કહો, પરમાત્મા મુનિસુવ્રતભગવાન પરના અતિ રાગથી ભગવાનની વાણી મનમાં ધરી, “ભગવાન ! તમારી ખાતર' એમ કરી સહર્ષ ઘાણીમાં પલાઈને મૃત્યુનું કષ્ટ પણ વધાવી લીધું ! દુનિયાનો માણસ જો કોઈની ઉપરના અતિ રાગથી આત્મહત્યા સહર્ષ વહોરી શકે છે, તો ભગવાનના સેવકને ભગવાન પરના અતિરાગથી એવા કોક અવસરે મોત વધાવી લેતાં શાનો આંચકો આવે ? બોલો, બાળમુનિ બુદ્ધિમાન ? કે આપણે ? બાળમુનિ નાદાન ? કે આપણે નાદાન ? ભગવાન પરના અતિરાગથી એમણે ઘાણીમાં પીલાઈ જવા સુધીનું કષ્ટ ઉપાડ્યું તો ઈનામમાં કેવળજ્ઞાન અને મોક્ષ ! કાયાદિનો રાગ મિટાવવા વીતરાગ ભગવાન પર અતિ પ્રબળ રાગ ઊભો કરવાનો. પેલો પમદેવ તરંગવતી પરના પ્રબળ રાગમાં તણાયો, હવે એ મળવાની આશા જવાથી આપઘાત કરવા તૈયાર થયેલો ! એ તો સારું થયું કે તરંગવતીની ચેટી સખી સારસિકા ત્યાં પહોંચી ગઈ, એણે તરંગવતીની પણ આશા પડી ભાંગવાથી એને થયેલ પારાવાર દુઃખનું વર્ણન કર્યું, એનો પ્રેમપત્ર આપ્યો, એટલે પમદેવ આપઘાતના વિચારથી અટક્યો ! હવે એ સારસિકાને મૌખિક સંદેશો આપી તરંગવતીને આપવાનો એક પત્ર આપે છે. સારસિકા ઊપડી તરંગવતી પાસે, અને કહે છે, “સ્વામિની ! જરાક મોડું થયું, કેમકે નીચે દ્વારપાળને સમજાવીને મારે એક પરસ્ત્રીને ઉપર તારા પ્રિય પપ્રદેવકુમાર પાસે જવું મોધું હતું, કારણ, એ ઘરમાં એટલી બધી શીલા કર્મ ! તારી ગતિ ન્યારી 177