________________ મર્યાદાનાં પાલન, કે સ્ત્રીઓને જેમતેમ પ્રવેશ ત્યાં ન મળે. એટલે મકાનમાં પેસતાં જ દરવાને મારી જડતી લીધી કે બાઈ તું કોણ છે ? ક્યાંથી આવી છે?' સારસિકાની ચતુરાઈ : હવે મારે દરવાનને વહેમ ન પડે એટલા માટે ખચકાતો જવાબ દેવો ચાલે નહિ, એટલે મેં બંડલ ઠોક્યું કે “હું આર્યપુત્ર પમદેવની પરિચિત છું, ને એમને મળવા આવી છું,” ખૂબ ઉલ્લાસથી કહ્યું, પાછી દરવાનની થોડી ચાપલૂસી કરી, કે આર્યપુત્ર ! તમને ધન્ય છે, કે ગમે તે ગમે તે સ્ત્રીને અંદર જવા દેતા નથી ! આ ઘરની શીલ મર્યાદા પ્રશંસનીય લાગે છે, સારું સારું, કુળવાન ઘરોમાં આ જરૂરી જ છે, નહિતર ત્રીજાત તો જોગમાયા, વિશ્વાસ કરવા લાયક નહિ. હવે તમે મને કુમારસાહેબ પાસે લઈ ચાલો. સખી ! એ તો એવો પ્રભાવિત જ થઈ ગયો કે તરત એણે એક દાસીને હુકમ કર્યો જા રે ! આ બેનને ઉપર કુમારસાહેબ પાસે મૂકી આવ...” વગેરે વગેરે બધી હકીકત સારસિકાએ તરંગવતીને એવી રીતે કહી કે એની જિજ્ઞાસા-આતુરતા ચાલુ રહે કે હા પછી શું બન્યું ? પછી શું બન્યું? તરંગવતીને સારસિકાએ અહેવાલ એવી રીતે આપ્યો કે બહુ રસપૂર્વક એ સાંભળતી રહી, છેલ્લે એ કહ્યું કે તને આપવા માટે કુમારસાહેબે પત્ર આપ્યો છે. તે લે આ પત્ર. પેલી તરંગવતીને પોતાના પ્રિય પર અતિશય પ્રેમ છે, તેથી એના અંગેની એકેક વાત સાંભળવામાં રસ છે. દાસી પાસેથી પદ્મદેવનો પત્ર મળ્યા પર એનું હૈયું એકદમ પુલકિત થઈ ગયું ! અને પત્રને નમન કરી ફોડે છે. પત્રના મરોડદાર અક્ષર પરથી એના લેખક પોતાના પ્રિયનું સુંદરરૂપ કલ્પી લે છે. આમ તો હજી પ્રિય જોવા નથી મળ્યો, એટલે અક્ષર પરથી એનું રૂપ કલ્પીને ખુશી થાય છે. ખુશી થઈને પત્ર વાંચે છે. કોઈનો પ્રેમપત્ર વાંચતાં વૈરાગ્ય જગાવો. જ્ઞાનીઓની દષ્ટિએ આવા પ્રેમપત્ર એ મોહની પાગલતામાંથી લખાયેલા હોય છે. તેથી એવો કોઈનો પ્રેમપત્ર વાંચતાં સાંભળતાં મનમાં કોઈ અસર રાગની ઊર્મિ નહિ જગાડવાની, કિન્તુ સંસારિઓનું હાસ્યાસ્પદ નાટક જોઈ ભવવૈરાગ્ય વધારવાનો કે હે આ પાગલ સંસાર ! એમાં ફસેલા જીવ કેવા કેવા ગાંડા પ્રલાપ અને ગાંડી ગાંડી પ્રવૃત્તિ કરે છે !" આવો વૈરાગ્યભાવ જાગતો કરવામાં આવે પછી પ્રેમપત્રનાં ગાંડપણભર્યા ઉલ્લેખ વાંચતાં મનને 178 - તરંગવતી