________________ હું સીતા તમારા વિના નૂરી રહી છું. એને જરા રહેમનજરથી નિહાળો ! વાતાવરણ પણ વસંતઋતુનું અને દિવ્યદશ્યોવાળું એવું ખડું કરી દીધું કે, એ દેવતાઈ ગીત નૃત્યભર્યા મોહક વાતાવરણમાં પવૈયાને પાનો ચડી જાય ! ભડવીર મહામુનિ રામચંદ્રજીએ ચારિત્ર લીધા પછી તપ-સંયમ અને ધ્યાનની પ્રખર આરાધનાથી રાગના ટાંટિયા જ ભાંગી નાંખ્યા છે. હવે રાગની પ્રબળતા પરાધીનતા મરી પરવારી છે. તે પણ આ ક્યારે બન્યું? જો વિષયોના સરંજામના ઘેરાવાનું નિમિત્ત પડતું મૂકી, સંસાર ત્યજી અણગાર બન્યા, અને સદ્ નિમિત્ત રત્નત્રયીની આરાધનામાં જ લાગ્યા રહ્યા ત્યારે. સીતેન્દ્રના અનુકૂળ ઉપસર્ગમાં જરાય પીગળ્યા નહિ, ને આગળ જતાં ધ્યાનમાં ઊંચે ને ઊંચે ચડતાં ચડતાં શુક્લધ્યાન અને કેવળજ્ઞાનમાં ચડી ગયા ! ત્યાં સીતેન્દ્રને પોતાના પ્રબળ રાગ ઉપર ધિક્કાર છૂટ્યો કે “હાય જલદી મોક્ષ જવા તૈયાર સ્વામિને મારી સાથે મોડા મોક્ષે જવાના મિથ્યા રાગમાં એમને સંસારમાં રોકી રાખવાની કેવી દુર્બુદ્ધિ અને બાલિશ ચેષ્ટા કરી ! ત્યાં ક્ષમા માગે છે. રાગની પ્રબળતા પરાધીનતા, રાગનાં નિમિત્તભૂત વિષયોના સંપર્ક છોડવાથી કપાય, મોળી પડતી આવે.” એ સમજીને જ મોટા થાવસ્યાકુમાર, મેઘકુમાર, જંબુકુમાર, ગજસુકુમાળ, શાલિભદ્ર, ધનાજી વગેરેએ સંસારત્યાગ કરેલા; જેથી પછી પૈસા પરિવાર માલ મિલકત વગેરે વિષયોના સંપર્ક જ નહિ, એટલે રાગને પોષાવાનો અવસર જ ન મળે. પેલા પદ્મદેવને કેમ તરંગવતી પર એવા રાગની પ્રબળતા ઊઠી કે હવે એ નથી મળવાની એવી કલ્પનામાં આપઘાત કરવાનો નિર્ણય કરે છે ? કહો, ચિત્રદર્શનથી પૂર્વભવનું સ્મરણ થઈ આવતાં, પૂર્વભવની પ્રેમલીલારૂપી વિષયોનું સ્મરણ થઈ આવ્યું. એજ વિષયસંપર્ક થયો, અને અહીં પૂર્વપ્રિયા જન્મી ગઈ છે અને એણે જ આ ચિત્ર કર્યું છે એ જાણવા જોવા મળ્યું, એ વિષયસંપર્ક વધ્યો. એના પર રાગની પ્રબળતા વધી ગઈ, એટલે આપઘાત કરવાના ઘેલા વિચારમાં ચડી ગયો. આ જાણીએ ત્યારે આપણા મનને એમ થવું જોઈએ કે “એક રજોવીર્યથી ઉત્પન્ન થયેલી અને એક ભવ માત્રની સગી કન્યા પર અતિરાગ થાય, અને એ અતિરાગની પાછળ મૃત્યુ જેવું ભારી કષ્ટ વધાવવા તૈયાર થવાય, તો અનંતજીવની કરુણા ભાવનામાંથી ઉત્પન્ન થયેલ અને વીતરાગતા કેવળજ્ઞાન 176 - તરંગવતી