________________ કવિ કહે છે, “ઋષભદેવ ભગવાન મારા પ્રીતમ છે, પ્રીતિપાત્ર છે, પરંતુ એમની સાથે પ્રીતસગાઈ કેવી કરવી?...જગતમાં એમ તો મેં પ્રીતસગાઈ બહુ કરી, પરંતુ એકેય નિત્યસ્થાયી પ્રીતસગાઈ ન બની, કેમકે જગતમાં દેખાય છે કે કોઈ હજી પતિ મરી જતાં, હું દોડીને પતિને ભેગી થઈ જઈશ” એમ કરી કાષ્ઠભક્ષણ કરે છે, અર્થાત પતિની ચિંતામાં પડી બળી મરે છે, પરંતુ તેથી શું પતિના બીજા જનમમાં પતિ પહોંચેલા સ્થાને એ પહોંચી જાય છે ? ના, કેમકે “મેળો ઠામ ન ઠાય.” પતિના અને પોતાના કર્મ જુદા જુદા છે; કોનાં કેવા કર્મ એને કયા સ્થાને લઈ જાય, ને બીજાનાં જુદા કર્મ એને ક્યાં લઈ જાય, એનું શું કહેવાય ? એટલે કહો, બંનેનો મેળો કોઈ એક સ્થાનમાં વારેવારે મેળા થતા નથી. એટલે પ્રભુ સાથે મેળો એમ ન થાય જો આ હકીકત છે તો પધદેવ શું જોઈને આપઘાતનો નિર્ણય બાંધી બેસતો હશે ? એમ શું પ્રિયાનો મેળો થવાનો હતો ? માણસ દીર્ઘદૃષ્ટિથી વિચાર કરે, તો આવા અનુચિત સાહસના આંધળિયા ન કરે. પ્ર.- શું પદ્મદેવમાં એટલી દીર્ધદષ્ટિ નહિ હોય કે આપઘાત તો કરી શકીશ, પરંતુ તેથી શું આગળ પર તરંગવતી મળવાનું નક્કી છે ? આ વિચાર કરતો નથી તો શું જોઈને આપઘાતનો નિર્ણય લીધો ?' ઉ.- અહીં મોટું કારણ આ લાગે છે કે આને પૂર્વભવનો મેળાપ દેખાઈ ગયો, અને આ ભવમાં પણ મેળાપ થવાની પૂરી શક્યતા ઊભી થઈ ગયેલી દેખાઈ. પૂર્વભવની જ પ્રિયા અહીં જન્મી ગયેલી અને પદ્મદેવની પોતાની પાછળ પ્રેમથી ઝૂરતી જાણવા મળી, એટલે એના પર રાગ અનહદ વધી ગયો એ રાગની પ્રબળતા, એણે અત્યારે આપઘાત પછી શું એનો વિચાર જ ન આવવા દીધો. રામચંદ્રજીએ દીક્ષા લીધી; પછી સીતાજી જે બારમા દેવલોકના ઈન્દ્ર થયેલા છે, એમને લાગ્યું કે “આ રામચંદ્રજી વહેલા વહેલા મોક્ષે જશે તો મારે એમનો ભાવી યોગ થઈ, એ ગુણનિધિના આલંબને આરાધના કરવાનું નહિ મળે. માટે થોડો વખત એમને એમના ત્વરિત મોક્ષપ્રમાણમાં જરા વિલંબ કરાવું,’ આવા કોઈક મોહમય આશયથી એ મુનિ રામચંદ્રજી જે ધ્યાનમાં રહેતા હતા, એમની આગળ સીતાનું રૂપ લઈને અનુકૂળ ઉપસર્ગ કરવા આવ્યા ! એમની આગળ પોતે સીતાજીનું રૂપ કરી અનેક વિદ્યાધર કન્યાઓ વિકૂર્તી ગીત નૃત્ય કરે છે, અને પ્રાર્થના કરે છે, સ્વામિનાથ ! આ તમને જ એક સ્વામિ તરીકે ધરનારી કર્મ ! તારી ગતિ ન્યારી 1 75