________________ (6) “કાયરતાના મોત અનંતી વાર પામ્યો એમાં જગતના ચિક્કાર અધમ પુરુષોની હરોળમાં રહ્યો; ત્યારે જો આવી સિંહના મોમાં ચવાઈ જવાનું મોત મળે છે, ને તે વધાવી લઉં તો ઉત્તમ પુરુષોની હરોળમાં બેસવા મળે છે ! ને આ ફક્ત એકજ વાર બને તો પણ તે આત્માને ન્યાલ કરી શકે છે ! આ લાભ જેવો તેવો નથી.” (7) આમે ય કોઈ અકસ્માત વગેરે થાય, તો ય પીડા અપરંપાર પણ જીવને ભોગવવી જ પડે છે. (આજે ય ઇસ્પિતાલોમાં એવા કેટલાય દેખાય છે) તો એના કરતાં સ્વેચ્છાએ આવા મૃત્યુની પીડા, ધર્મપરાક્રમ માનીને, સમાધિથી સહન કરી લઉં તો સમાધિમરણ-પંડિતમરણનો લાભ મળે છે. આવી આવી લાભની દષ્ટિ રાખી હોય પછી સિંહગુફાવાસમુનિને ગભરામણ શાની થાય ? - દુનિયાના સમસ્ત દુ:ખોમાં ધીર વીર સહિષ્ણુ બનવા માટે આ લાભની દૃષ્ટિ રાખવી એજ ખરી બુદ્ધિમત્તા છે. જો લાભની દૃષ્ટિ નથી રાખવી, અને રોદણાં જ રોતા બેસવું છે, તો તેમાં બુદ્ધિ હીનતા અને નિઃસત્ત્વતા છે. પેલા સિંહગુફાવાસીમુનિ આમ તો બુદ્ધિમાન હતા, એટલે એમણે લાભની દષ્ટિ ઊભી રાખી સિંહની ગુફા આગળ ધ્યાનમાં રહેવામાં આવી પડતા સંભવિત સિંહના આક્રમણનું દુઃખ વિસાતમાં નહિ ગણેલું. હવે કોઈ પૂછે કે આવા મહાન આત્મા વેશ્યાના ઘરે પતન પામે ? તો સહેજે આપણે ખચકાતા વિના કહીએ કે “આવા જંગે બહાદુર તે વળી શાના પતન પામે?' છતાં જૈન ઇતિહાસ કહે છે કે “એ પડ્યા હતા કેમ વારું? કહો, જીવ નિમિત્તવાસી છે, કલ્પના બહારના રૂપવાળી વેશ્યાનાં દર્શનરૂપી નિમિત્તે સિંહગુફાવાસી મુનિને ઢીલા પાડી નાખ્યા. - સિંહના મોંમાં ચવાઈ જવું પડે એની પીડા એમને સહ્ય હતી, પરંતુ કામની પીડા અસહ્ય હતી. તેથી વેશ્યાને જોતાં મનમાં કામરાગ ઊઠ્યો ! તો સમજી જઈને પાછા ગુરુ પાસે સીધા પહોંચી જવું ડહાપણભર્યું હતું, કિન્તુ એ પીડા જ અસહ્ય તેથી ગુરુ પાસે ન જતાં વેશ્યા પાસે જઈ ભોગની નફફટ માગણી કરી ! વિચારો, આજે પિચર ટી.વી. વીડિયો જોનારા કેટલા કામરાગમાં મરતા હશે ? નરકનાં પાપ બંધાવે એવા જાલિમ રાગના કેવા કર્મ ! તારી ગતિ ન્યારી 1 59