________________ સમજીને જ જંગલમાં ચાલો કે આ શરીર આપણા આત્માનું ભૂષણ નથી, પણ ગૂમડા જેવું દૂષણ વળગેલું છે. શરીરરૂપી ગૂમડાનું નસ્તર થઈ જાય તો સારું; ગૂમડાની વેઠ મટી.” ઉપસર્ગમાં આ જ ભાવના રાખવાની કે શરીર ગૂમડા ! તું કપા કપા, તું કપાય એમ મારાં કર્મ કપાય.” આવું પહેલેથી નક્કી કરીને જંગલમાં સિંહની ગુફા આગળ આવી ઊભા રહે એમને ડર શાનો કે “હાય ! સિંહ મારા શરીરને ચાવી ખાશે તો ?" શરીર ચાવી ખાય ભેગાં કર્મ ચવાઈ જવાના છે, એટલે ચાવી ખાય એ લાભમાં છે. આમ ચવાઈ જવામાં પહેલેથી લાભની દૃષ્ટિ જીવંત રાખી હોય પછી ચવાઈ જવાનું કદાચ આવે તો ગભરામણ શી ? કશી જ નહિ. મૂર્ખ માણસ દુઃખમાં તો રુએ છે. પરંતુ ભાવી દુઃખની કલ્પનામાં ય એ છે ! એને કોણ કહે “અલ્યા ! દુઃખ આવશે ત્યારે આવશે. ત્યારે રોવું હોય તો રોજે, પણ અત્યારથી શાનો રોવા બેઠો ?" પણ ત્યાં એ કહેશે “ભાઈ સાહેબ ! દુઃખ તો કંપાવી મૂકે જ છે ! પરંતુ દુઃખનું નામ પણ કંપાવી મૂકે છે !' તમે પણ આ જ કહો છો ને ? તો સમજી રાખો, દુઃખમાં ન ગભરાવાની આ ચાવી છે કે ત્યાં વિશિષ્ટ લાભની દૃષ્ટિ ઊભી કરો, ને એને જીવતી જાગતી રાખો. સિંહગુફાવાસીમુનિએ આવું કાંક કર્યું હશે, દા.ત. (1) “શરીર ચવાય એમ મારાં કર્મ ચવાશે.” એવી કોઈક દૃષ્ટિ રાખી હશે; યા (2) “શરીર ચવાશે એમાં દેહ-દેહમમતા-દેહાધ્યાસ ઓછો થઈ મારા આત્માનું મમત્વ વધશે.” યા (3) “શરીર સંયમનું ખૂની છે, માટે ખૂનીને સજા મળે એ એણે ભોગવવી જ જોઈએ;' (4) “નરકના એકેક ભવમાં શરીરના છેદન-ભેદનની પીડા અસંખ્ય વાર ભોગવી. ત્યારે આ સંયમ જીવનમાં તો શરીરનું ભેદન થશે તો તે માત્ર એક જ વાર થશે. એ શી વિસાતમાં ?" નરકાદિની ઘોરાતિઘોર પીડા પર અકામ-નિર્જરા અને સંકલેશ માટે થઈ ત્યારે અહીંની એની અપેક્ષાએ સામાન્ય પીડા પણ સકામ-નિર્જરા અને વિશુદ્ધિ માટે થવાની છે. એમાં દુઃખ શાનું કરવાનું ?' (5) . 1 58 - તરંગવતી