________________ સંકલેશ અનુભવતા હશે ? જો આવા અસદ્ દર્શનનાં નિમિત્ત ન સેવે, તો કેટલા બધા બચી જાય ? પેલા ધનદેવશેઠનો દ્વારપાળ તરંગવતીનો સંદેશ લઈને ગયેલી સારસિકાને કહી રહ્યો છે કે “હું અહીં પરસ્ત્રીને પ્રવેશ આપવામાં ગુનેગાર ન થાઉં એ મારે ખાસ જોવાનું છે, તેથી તને અજાણીને અહીં પ્રવેશ કેમ અપાય ?' આ પરથી શેઠની તકેદારી ધ્યાન પર લેવા જેવી છે. આમાં કુટુંબના માણસો પર અવિશ્વાસનો સવાલ નથી, કિન્તુ કુટુંબને અસત્ નિમિત્તોથી બચાવી લેવાનો હિસાબ છે. કેમકે સંસારી જીવો નિમિત્તવાસી છે નિમિત્તથી વાસિત થઈ જાય, ભાવિત થઈ જાય; સારાં નિમિત્ત મળે તો સારી ભાવના જાગે, ખરાબ નિમિત્તમાં ખરાબ. એટલા જ માટે મંદિર-ઉપાશ્રયની મોટી કિંમત છે, ધર્મપ્રવૃત્તિની મોટી કિંમત એ બધાં સારા નિમિત્ત છે. જીવન જીતી જવું છે ? તો સારા જ નિમિત્ત સેવો. જીવન હારી જવું છે? ધ્યાન રાખો, ખરાબ નિમિત્તોથી જીવન હારી જવાશે પેલા દ્વારપાલે સારસિકાની પૂછપરછ કરી લીધી, અને ઘરની એક દાસીને બોલાવી કહ્યું આ બેનને ઉપરના માળે કુમાર સાહેબ છે ત્યાં મૂકી આવ. દાસી લઈ ગઈ ઉપર, અને કુમારને દૂરથી બતાવી દઈ ચાલી ગઈ પાછી. સારસિકા ! ત્યાં જ ઊભી રહી જુએ છે તો અદ્ભુત જોયું. હવે સારસિકા તરંગવતીને પોતે પદ્મદેવની સામે ઊભી થઈ. પછી શું બન્યું, એનું જે વર્ણન કરે છે એ તરંગવતીને ઊંચી નીચી કરી મૂકે છે; કેમકે એ ઘટનામાં મોહની જીવ પર શિરજોરી કેવી છે !' એ જોવા મળે છે. સારસિકાએ વર્ણવેલ પદ્મદેવની મહાવ્યથા : સારસિકા કહે છે સ્વામિની ! જયાં હું તારા પ્રિયની સામે જોઉં છું ત્યાં : હું સ્તબ્ધ થઈ ગઈ ! તને એમ થતું હશે કે મને મારા પ્રિય પર કેટલો બધો પ્રેમ છે ! પરંતુ ત્યાં હું જોઉં છું તો તારા પ્રિયને તારા કરતાં વધુ તારા પરનો પ્રેમ દેખવા મળ્યો !' તરંગવતી પૂછે છે એવું તે શું દેખવા મળ્યું કે મારા કરતાં એમને વધુ પ્રેમના ટકા આપે છે ?' 16) - તરંગવતી