________________ 11. તરંગવતીનો પત્ર અને સંદેશો “બહુ અલ્પ અક્ષરમાં લખેલા પણ મહાન અર્થ ભરેલો આ મારી સખી તરંગવતીનો તમારા પરનો પત્ર લો. તિર્યંચ જાતમાં પણ જે તમારી પ્રિયા હતી એ જ ચકોરી હું છું. આજે શેઠની દીકરી થઈ છું. તમને શોધી કાઢવા માટે ચિત્રપટ્ટ તૈયાર મેં જ કર્યો, ને એમાં ચકોર તરીકે તમને દર્શાવેલા છે. હવે તમે મળી ગયા છો, તો મારો પ્રયત્ન સફળ થયો છે. તો હે વીર ! મને હવે એ જ સ્નેહ, સદભાવ ને એ જ દિલ આપો. પૂર્વના અખૂટ સ્નેહના સંબંધો યાદ કરો. અહીં કોઈ પણ શામ-દામ-ભેદ વગેરે ઉપાય કરવા પડે તે કરો, પણ મિલનકારી ઉપાય કરીને મને દર્શન આપો.” આમ કહેવાનું કહીને લેખ આપી દાસીને રવાના કરી. તો હવે તો મન નિશ્ચિત બને ને ? ના, હવે તો તરંગવતીનું મન વધુ ચિંતાતુર બન્યું ! એના મનને વિચારો આવવા લાગ્યા કે આ અજાણી દાસીને પ્રિયના ઘરમાં પેસવા દેશે કે કેમ? જો પેસવા જ ન દે, તો તો પ્રિયને સંદેશો ક્યાં પહોંચવાનો? અથવા માનો પેસવા દે અને જઈને એ સંદેશો આપે, તો એના પ્રત્યાઘાત કેવા પડશે? શું એ શીધ્ર મિલનનું કહેશે કે લાંબો વાયદો નાખશે ? જાતિસ્મરણ પછીની પ્રિયની સ્થિતિ જે થયેલી એ એટલું તો સૂચવે છે કે એ મને ચાહે તો છે જ; પરંતુ હવે એ પુરુષ છે અમો સ્ત્રી જાત, સ્ત્રી જાતને પ્રિયના વિરહનું જે દુ:ખ હોય, એ પુરુષો પ્રિયાના વિરહનું તેટલું દુઃખ નહિ કરનારા શી રીતે સમજી શકે ?...વગેરે વગેરે કઈ ચિંતાના વિચારોમાં તરંગવતી ચડી ગયેલી. માણસ ખોટી ચિંતામાં ચડી જાય તો એને શું મળે છે? કેવળ આર્તધ્યાન કે બીજું કાંઈ ? દાસી ગઈ છે. પરિણામ શું લાવે છે એનો આધાર કાંઈ આ ચિંતા પર નથી કે ચિંતા કરવાથી પરિણામ સારું આવશે, ને ચિંતા ન કરે તો પરિણામ બગડી જશે,'- એવું કાંઈ નથી, છતાં ચિંતા મુકાતી નથી એ આશ્ચર્ય જેવું છે. પૂછો, પ્ર.- ખોટી ચિંતા અટકાવવા કોઈ ઉપાય ? ઉ.- ખોટી ચિતા ટાળવા અટકાવવા એક ઉત્તમ ઉપાય આ છે કે (1) પહેલાં તો મનને આ નક્કી કરવું કે આ ઉત્તમ જીવનનું એક મહાન લક્ષ્ય આ છે કે અહીં જે મનની મહાન મૂડી મળી છે એનાથી શક્ય એટલા વધારે 1 5 2. - તરંગવતી