________________ સુધી જનમ હાથમાં છે, ત્યાં સુધી એનાથી મહાન સુકૃતો-સાધનાઓ કરવાની તક છે, અવકાશ છે. તારે કર્મના ઉદયે એક વિપત્તિ આવી, સૌભાગ્ય નંદાયું. પણ એના એક કર્મોદયના વાંકે આવા મહાકિંમતી જનમને આપણી જાતે જ ખોઈ નાખવો એટલે કેટલું બધું ખોવાનું ? કો, જીવન હાથમાં છતે, જે જે સાધનાઓ ને જે જે સુકૃતો કમાઈ લેવાની ઉત્તમ તક છે, તે તક આ જનમ હાથમાંથી ચાલી ગઈ ! માટે તારે દૌર્ભાગ્યનું દુઃખ આવ્યું છે, પણ તે સહન કરી લે. કિન્તુ એથી કાંઈ નિરાશ થઈને મહાકિંમતી જનમ હારવાનો વિચાર ન કર.” ત્યારે રુકમી કહે છે, “બાપુજી ! મારે સંસારસુખ ગયા, દુઃખ આવ્યું એટલા માટે નથી મરવું, પરંતુ મારી ખીલતી યુવાન ઉંમર છે, ને હવે પતિ છે નહિ એટલે અહીં રાજકુળની ઉભટ સગવડોમાં વાસના વિફરે ને અકાર્ય કરી બેસું, તો તમારા ઉત્તમ કુળને કલંક લાગે ! માટે જીવતા રહી કલંક લગાડવું એના કરતાં જીવનનો ત્યાગ કરી દેવો સારો.' બાપ સાંભળીને બહુ પ્રસન્ન થઈ ગયો, “વાહ દીકરી વાહ ! આટલી બધી તારી કુળને કલંક ન લગાડવાની ઉચ્ચ ભાવના છે માટે તું આપઘાત ઇચ્છે છે ? તો એના કરતાં તને વાસનાને ઉત્તેજન ન મળે એવા સંયોગ કરી આપું. તારો મુકામ અલાયદો; તારી પાસે કોઈ પુરુષ નોકર ન ફરકે; ખાનપાન રાજાશાહી નહિ, પણ તારી નિર્વિકાર ભાવનાને અનુકૂળ આવે એવા તદ્દન સાદા; તેમજ સાધ્વીજીઓના સંપર્ક અને શાસ્ત્રાધ્યયન-પારાયણ-ચિંતન-મનન વગેરેમાં વ્યગ્ર રહેવાનું તેથી તારે મન બગડવાને કોઈ અવસર જ નહિ, પછી કુળ કલંકની વાત જ નથી રહેતી.” આ સાંભળીને રુકમીને સંતોષ થયો, અને એ પ્રમાણે ચિતામાં આપઘાતનો વિચાર માંડી વાળી એ રીતે સુકૃત સાધનાઓ કરવા લાગી. તરંગવતીએ પણ આ જ વિચાર્યું કે હજી પ્રિય જીવતો છે ત્યાં સુધી મને ઉપાય કરી લેવા દે, કે જેથી એ જીવન ત્યાગ ન કરી બેસે ! એટલે એ સારસિકાને રોતી રોતી કહે છે, જો સારસિકા ! તિર્યંચના અવતારે પણ જે પ્રિયની પાછળ હું મરી, તે અહીં પણ જો જીવન ત્યાગ કરે તો હું કેમ જીવી શકે ? તો તું પ્રિય પાસે મારો પત્ર હાથો હાથ દઈ કહેજે. કર્મ ! તારી ગતિ ન્યારી 1 પ૧