________________ જંગલમાં રખેવાળી રામ લક્ષ્મણને કરવી પડે ! રામ લક્ષ્મણની રખેવાળી કોઈને ય ન કરવી પડે. એમાં રખેવાળી કરતાં રામ જરાક આઘા પાછા થયા કે રાવણ સીતાજીને ઉપાડી ગયો ! જેના પર રામ-રાવણનું મોટું યુદ્ધ થયું ! ચંદનબાળાની પરાધીનતા કેવી કે એક વખત રાજકુમારી છતાં સ્ત્રી અવતારના કારણે ઊભે બજારે વેચાવું પડ્યું... દ્રોપદી મહાસતી મહાગુણિયલ, મહાપુણ્યવંતી છતાં સ્ત્રી અવતારના કારણે જુગારની હોડમાં મુકાવું પડ્યું! અને ભારી રાજસભામાં ચીર ખેંચાવાનો મહા શરમજનક દુ:ખદ પ્રસંગ આવીને ઊભો ! કેમ આમ ? કહો સ્ત્રી અવતાર ! બ્રાહ્મી સુંદરી બંને ઋષભદેવ ભગવાનની સુપુત્રીઓ, બંને વૈરાગી, પણ બ્રાહ્મીને ભરતે દીક્ષાની રજા આપી, સુંદરીને ન આપી, કેમ? સુંદરીનો સ્ત્રીઅવતાર એટલે પુરુષની પરાધીનતા ! જીવને તેવા કેવા કર્મ બાંધતાં વિચાર નથી રહેતો “આના ફળમાં એવી કોઈ ગુલામી વેદના વિટંબણા આવીને ઊભી રહેશે ! પછી બાપરે બાપ કરતાં એ નહિ અટકે, નહિ ટળે; ત્યારે તું શું કરીશ ?' તરંગવતી સારસિકાને કહી રહી છે, આપણો સ્ત્રીનો અવતાર તેથી કેટલી પરાધીનતા ! ત્યાં પેલી સારસિકા કહે છે, મારી સ્વામિની ! એમ કર, તારા પ્રિય પર ચિઠ્ઠી લખી આપ. હું લઈ જઈ એને આપે જેથી એ તારી મનસાની અજાણમાં એકાએક મરવાનું સાહસ ન કરી બેસે ! તરંગવતી એ રીત મંજૂર કરે છે; કેમકે એમ કાંઈ કિંમતી જનમ વ્યર્થ ખોઈ નાંખવો નથી, સાધના દ્વારા કિંમતી જીવન જીવી જન્મને સફળ કરવો છે, ને એ માટે જનમ તો ઊભો જ રાખવો જોઈએ; એમ માને છે અને સાથે એ માટે કોઈ પણ રીતે પૂર્વ પ્રિય પણ જીવતો રહે એ કરવું જોઈએ, અને તે કરવું શક્ય છે, એમ સમજે છે. કલંક અટકાવવા આપઘાત : રુકુમી રાજપુત્રી પરણીને તરત રાંડી ! પિતા રાજાને કહે “બાપુજી ! નગર બહાર ચિતા તૈયાર કરાવો, મારે એમાં બળી મરી જીવનનો અંત લાવવો છે. રાજા કહે “દીકરી ! આ શું બોલે છે ? હું જાણું છું કે તને મોટું દુઃખ આવ્યું છે પણ એનાથી આવો કંટાળો લાવીએ, એ ચાલે ? કેમકે અહીં જયાં 150 - તરંગવતી