________________ દાસી કહે “આ તું તો પૂર્વે કહેતી હતી કે સાત વરસ રાહ જોઈશ. બાકી મારે તો જો પૂર્વ પ્રિય નહિ મળે, તો સંસાર ત્યાગ કરવાનો છે. તો હવે અહીં આવો મરવાનો કનિષ્ઠ વિચાર શું કામ કરે છે ? સંસાર ત્યાગને બદલે આપઘાત કેમ ? : તરંગવતી કહે બાઈ ! તું સમજતી નથી. એ વાત હતી એ પ્રિય મળવાની આશા જ નહોતી, તે વખતની હતી. પૂર્વ ભવનો એ ચકોર મારી માફક અહીં મનુષ્ય થયો હોય અને તે મને મળે, એની સંભાવના જ શી રીતે કરાય ? પરંતુ હવે જ્યારે એ અહીં જન્મી ગયા, એને ય જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું, એ ઓળખાઈ પણ ગયા, તેમજ મળવાનાં સંયોગો પણ ઊભા થઈ ગયા, અને છતાં હવે જ્યારે એ મળવાનો અસંભવ થઈ ગયો, અને હવે એ જો પ્રાણત્યાગ કરે તો પછી મારાથી કેમ જીવતા રહેવાય. સારસિકાનું ડહાપણ H સારસિકા કહે છે, “તો મારી સહિયર ! હવે તું કાંક એવું કર કે એ મરે જ નહિ. પછી તો ભલે ને તારા પિતાજીએ હમણાં ના પાડી, પરંતુ જો એ જીવંત છે, તો મળવાની આશા ઊભી છે. માટે આ કામ કર કે એ હાલ તરત નિરાશ થઈને જીવન ન ગુમાવે.' તરંગવતીને મુખ્ય તો એનો સમાગમ મેળવવો હતો, તેથી દાસીની વાત એ મંજૂર કરે છે, ને કહે છે, તારી વાત બરાબર છે, એ માટે હું ઉપાય કરું, પરંતુ તું જાણે છે ને કે આપણે રહ્યા બાઈ માણસ, આપણી જિંદગી કેટલી બધી પરાધીન છે ? આપણે બાપુજીને આપણી સ્થિતિ કહી શકીએ નહિ, તેમજ હજી જે મૂરતિયા તરીકે નક્કી થયો નથી એને ન તો મળી શકીએ, ન કશું કહી શકીએ.' સ્ત્રીવેદ કેવો ખતરનાક ! જીવની સંસારમાં કેવી પામર દશા છે ! માયા વગેરે એવા કોઈ દોષ હોંશથી સેવે એમાં જો સ્ત્રીવેદ જેવા પાપ બાંધી લીધા, તો પછી કરમ કહે છે, હવે તું ક્યાં જાય ? આવ, બીજી વાતે તું ઘણો ય હોશિયાર અને વૈભવાદિની પુણ્યાઇવાળો હોય, છતાં હું તને સ્ત્રીનું જ શરીર આપું.” જીવની, સંસારમાં કેવી પામર દશા ? મહાસતી સીતાજી, ચંદનબાળા,...વગેરે કેટલી બધી ઊંચી કોટિના આત્મા ! છતાં એમને અવતાર મળ્યો સ્ત્રીનો ! તો પરાધીનતા કેવી કે સીતાજીની કર્મ ! તારી ગતિ ન્યારી 149