________________ ઉત્તમ વિચારો, પવિત્રભાવનાઓ, ને વિશુદ્ધ અધ્યવસાયોનું સર્જન કરવાનું છે. પરંતુ મનની મૂડીને અધમ, શુદ્ર, તામસી, ને પાપ વિચારો-ચિતાઓમાં વેડફી નાખવાની નથી. જીવનનું આ એક લક્ષ્ય જો નક્કી કરી રખાય, તો પછી વારંવાર એ લક્ષ્ય મન પર લવાય તો ઘણો ફેર પડી જાય. ખોટા વિચારો દોઢડહાપણના વિચારો, ખોટી ચિંતાના વિચારો,...વગેરે પર કાંઈક અંકુશ આવે. બસ, ઉત્તમ ઉપાય આ, કે અહીં મળેલ મહાન મન મૂડીની કદર કરી નિર્ધાર રાખો કે આ મન મૂડીથી લેવાના, તે દેવાના નથી કરવાના. જો ખોટી ચિતા કરું તો (1) મન મૂડીથી સારું કમાવાનું તો જાય, (2) વધારામાં આર્તધ્યાન અસમાધિથી નવાં પાપના પોટલાં બંધાય (3) વિશેષમાં મલિન વિચારસરણીની કુટેવ વધી જતાં (4) પછીથી એ કુટેવ હેરાન કર્યા જ કરે. એવા ખોટા ટેવાયેલા મનને અંટ-સંટ વિચારણા, આચડ-કુચડ ચિંતવવાનું ને ઇધર ઉધરના વિચારો સુલભ થઈ જાય. | મનમૂડીથી સારા વિચારની કમાઈ કરવા માટે મસાલો પુરતો જોઈએ એ મસાલો કયો ? આ, -મન મૂડીથી સવિચાર-કમાઈનો મસાલો, (1) જીવ વિચાર પ્રકરણ, તત્ત્વાર્થ આદિ શાસ્ત્રોનો સંગીન બોધ, જેમાંથી વિચારવા માટે તાત્ત્વિક પદાર્થો એ મસાલો, એ મનમાં ક્રમસર લાવ્યા કરાય. (2) અરિહંત પ્રભુના 34 અતિશય, તીર્થંકર પદની પુણ્યાઈ ઊભી કરનાર 20 સ્થાનક, સકલાહ વગેરે સ્તોત્રોમાં મૂકેલા અરિહંતના વિશેષણો, આ મસાલો; ક્રમશઃ એને વિસ્તારથી વિચારી શકાય. (3) એમ સમ્યકત્વના 67 પ્રકારે વ્યવહાર; માર્ગાનુસારીના 35 ગુણ, શ્રાવકના 21 ગુણ, ભાવ શ્રાવકના લક્ષણ ક્રમશઃ એકેક વિચારી શકાય. એમ (4) જીવનમાં જેટલા તીર્થો દેરાસરો સ્પર્યા હોય એને ક્રમસર મનમાં લાવી શકાય. એમ (5) ભરોસર સઝાયના ક્રમસર એકેક મહાપુરુષના ખાસ જીવન પ્રસંગ મનમાં લવાય. આવું બધું મનમાં રમતું રાખવું એ મન મૂડીથી સુંદર કમાણી છે. એ કરવા માટે જે માનવ મનની મહાન મૂડી મળેલી છે અને આ જનમમાં મારે આ જ કરવું છે, આવું જીવનનું સાધના-લક્ષ્ય હોય, તો પછી ખોટી ચિંતા કરી મન મૂડીને વેડફી નાખતાં બહુ વિચાર થઈ પડે. એવી ચિંતા મગજમાં પેસતાં કર્મ ! તારી ગતિ ન્યારી 153