________________ કર્મસત્તાની આ વિટંબણા છે. જીવ એમાં ફસી અજ્ઞાનતાથી કષાય કરે છે. તેથી કર્મ જીવને જકડે છે, ને પછી જીવને ધાર્યા નચાવે છે. નાચ્યા, નાચ્યા ઘણું નાચ્યા, હવે નિર્ધાર કરો કે કર્મના નચાવ્યા નાચવું નથી. માટે કર્મને ઊભા કરનાર કષાયોને વોસિરાવો, ભાઈને ક્ષમા આપી દો, ભાઈની ક્ષમા માગી લો.” મહાસતીએ પતિને આ નિર્ધામણા કરાવી. પતિને કર્મસત્તાથી સાવધાની બતાવીને ભાઈ પરના તીવ્ર ગુસ્સાથી પાછો વાળ્યો. નરક તરફ મીટ માંડી ચૂકેલા પતિને પાંચમાં દેવલોકે ચડાવી દીધો ! ત્યારે મહાસતીને પોતાનું શું મહાસતી પર વિટંબણાઓ કેટલી ? : જીવનમાં કર્મની અનેક વિટંબણાઓ જોઈ, પહેલી તો અકાળે આ પતિ-મૃત્યુની વિટંબણા ! પછી પોતે ગર્ભિણી અવસ્થામાં શીલ રક્ષાર્થે જંગલમાં એકલી અટૂલી ભાગવું પડ્યું એ વિટંબણા ! પછી પુત્રને વનમાં જન્મ ! સરોવરમાં શુદ્ધિ કરતી એને હાથીએ ઊંચે ઉછાળી એ વિટંબણા; એમાં વિદ્યાધરે વચમાંથી ઝીલી. પણ કહે, તું મારી રાણી થવાનું કબૂલ કર; તો જ તારા તરત જન્મેલા પુત્રને લાવી આપું, એ વિટંબણા. એમાંથી નંદીશ્વરદ્વીપમાં પહોંચી ત્યાં પૂર્વ પતિ દેવ થઈને આવ્યો; ને વંદન કરી ઓળખ આપી કહે છે. મારા પર તારા ઉપકારની અવધિ નથી. અંતકાળે તે નિર્ધામણા ન કરાવી હોત તો હું નરકમાં ચાલ્યો ગયો હોત ! તે મને દેવલોક દેખાડ્યો ! એક સદ્ગતિ ઉપર કેટકેટલી સારી વસ્તુ બક્ષીસ કરી ! હું આનો બદલો શો વાળી શકું ? બોલ તારું શું પ્રિય કરું ? કહો, ઉપકૃત પતિ દેવ થયેલો પોતે જ માગવાની ઓફર કરે છે ! કેવી લાલચ સામે છે ? છતાં મહાસતીએ શું માગ્યું ? કર્મની ઘણી વિટંબણાઓ થયેલી ભૂલી નથી, તેથી કર્મનો જ નિકાલ કરનારું ચારિત્ર લેવા માટે ઉત્તમ ગુરુણી માગી લીધી ! કર્મ તરફથી નાલેશી ક્યાં સુધી ચલાવવી ? આવા દેવતાઈ વરદાન મળવા પ્રસંગે કઠોર ચારિત્ર માગવાનું? હા, કર્મોના નચાવ્યા ન નાચવું હોય, તો ધર્મનો સહારો લેવાય. કર્મની વિટંબણાઓ મિટાવવાની તાકાત અને કર્મની વિચિત્રતાના ભોગ બનવામાંથી છોડાવવાની તાકાત કોઈનામાં હોય, તો એકમાત્ર ધર્મમાં છે. તરંગવતી પર કર્મની વિચિત્રતા કેવી કામ કરી રહી છે કે હજી હમણાં કર્મ ! તારી ગતિ ન્યારી 1 43