________________ તો દાસી પાસેથી પૂર્વ ભવનો પ્રિય અહીં મળી ગયાના સમાચાર મળવાથી એને આનંદ મંગળ વર્તાઈ ગયો હતો, એટલામાં થોડીવાર પછી સારસિકા ઊના શ્વાસ લેતી આવીને રડમસ ચહેરે કહે છે, તરંગવતી માટે પિતાની માગણી : સ્વામિની ! જુલમ થયો, સાર્થવાહ ધનદેવ પોતાના પુત્ર પદ્ધદેવ માટે પોતાના સગા-સ્નેહી, વહાલા-વાલેસરી સાથે તારી માગણી કરવા આવેલા, અને એમણે ઔપચારિક વાતચીત પછી તારા બાપુજીને કહ્યું. એક વિનંતી છે શેઠજી ! મારા પુત્ર પદ્મદેવને વેરે તમારી કન્યા તરંગવતી આપો. જેમ તમારી કન્યા-કળા-વિજ્ઞાન વગેરેમાં હોશિયાર છે, એમ મારો પમદેવ પણ સારો હોશિયાર છે. વળી એ તમારી કન્યાની જેમ રૂપાળો પણ છે, અને ધર્મિષ્ઠ પણ છે. એટલે જુગતે જોડું થાય એમ છે. તો આટલી અમારી વિનંતી માન્ય કરો !" ઋષભસેન શેઠ કાંઈ ન બોલ્યા, એટલે ધનદેવ શેઠ કહે છે, જુઓ શેઠજી, અમારાથી બોલાય નહિ, પણ તમારી કન્યા એટલી બધી લાયક છે, એને મારા સુયોગ્ય પુત્ર માટે ગમે તેટલી મોટી રકમ કે ઝવેરાત આપવું પડે તો તે પણ આપવાની મારી તૈયારી છે. અહીં જોવા જેવું છે કે શું પોતાના પુત્ર માટે કન્યા પૈસાથી ખરીદી લેવી છે ? ના, એને એમ લાગે છે કે પુત્રના પનારે કાંઈ ગમે તેવી કન્યા ન પડે, પણ એની સહચારિણી પત્ની તરીકે જ ગુણગણના ભંડાર ભૂત શ્રેષ્ઠ કન્યા બનતી હોય તો એની આગળ પૈસાની કશી કિંમત નથી. એથી વિશેષ તો એ છે, કે પદ્મદેવે કૌમુદી મહોત્સવમાં ચિત્રપટ્ટ જોયા પછી જે જાતિસ્મરણ જ્ઞાનથી પોતાની પૂર્વ ભવની પ્રિયા મેળવવાની ઝંખના ઊભી કરી છે, એ વાત એણે ઘરે આવ્યા પછી તરત જ મિત્રો દ્વારા પોતાના માતાપિતાને પહોંચાડેલી, અને સાથે કહેવરાવેલું કે જો લગ્ન કરવાનું થશે તો નગરશેઠ ઋષભસેનની કન્યા તરંગવતીની સાથે જ લગ્ન કરીશ, નહિતર આ જીવનમાં બીજી કોઈ કન્યા મારે ખપશે નહિ. મિત્રોએ એ હકીકત એના માતાપિતાને કહ્યા પછી કહેલું કે આ નક્કી ન થાય ત્યાં સુધી પાદેવ ખૂબ જ દુઃખી છે માટે જલદી આ માટેની તજવીજ કરો.” ધનદેવશેઠને પુત્ર પદ્મદેવ ખૂબ લાડકો હતો, એટલે એની મનસા પૂરી કરવા હંમેશાં તૈયાર હતા. એમાં વળી નગરશેઠની સુયોગ્ય કન્યાની જ વાત છે, એટલે તો એમાં કશો મનને સંકોચ નહોતો. એવા અતિશય પ્રિય અને સુયોગ્ય પુત્રની યોગ્ય મનસા પૂરી કરવા જરૂર પડે તો પોતાનું સર્વસ્વ ત્યજી 144 - તરંગવતી