________________ ત્યારે શું જીવે કર્મોના નચાવ્યા નાચ્યા જ કરવાનું? પોતાની સ્વસ્થતાનો પોતે માલિક જ નહિ? કર્મોની આ નચામણનું શું જીવને કશું દુઃખ જ નહિ? કશી નાલેશીની શરમ જ નહિ ? કર્મ નચામણની શરમ આવે, અસહ્ય દુ:ખ થાય, તો તો હવે એનો ફેંસલો કરવાના ભારેખમ ઉપાય વિચારાય અને એમાં લાગી જવાય. પણ વો દિન કહાં ? 10. કર્મની નાલેશી પર ચોંકામણ. કાકા રાજા અજિતસેન પરદેશથી સમૃદ્ધ થઈને આવેલ ભત્રીજા શ્રીપાળ કુમાર સામે યુદ્ધ લડવા નીકળી પડ્યા, પરંતુ એમાં હાર્યા ત્યાં કર્મ નચામણની ભારે નાલેશી જોઈ મનને થયું હાય ! યુદ્ધ પહેલાં હું એને કહેનારો કે, “જો, જા, રાજ્ય પાછું માગનારા નાદાન ! હજી તું બાળક છે. તારું શું છે અહીં ? પાછો ચાલ્યો જા, નહિતર વગર મોતે મરીશ. મારી સાથે યુદ્ધનું તારું શું ગજું ?- આમ કહેનારો હું અત્યારે હારીને ઊભો ? હવે દુનિયાને શું મોટું દેખાડું પરંતુ આ મારા જ ઊભા કરેલ કર્મ તરફથી નાલેશી છે, તેથી ચારિત્રથી કર્મોને તોડી નાખ્યું બસ, કર્મ તરફથી આ પોતાની નાલેશી થઈ દેખી, કર્મ જાળ તોડી નાખવા માટે ત્યાં યુદ્ધભૂમિ પર જ ચારિત્ર સ્વીકારી લીધું ! સગર ચક્રવર્તીના 60 હજાર પુત્રો દેવના પ્રકોપમાં એકી સાથે બળી મરી ગયા, એવી ભારે કર્મનાલેશી જોઈ સગર ચક્રવર્તી કર્મોનો વિધ્વંસ કરવા ચારિત્ર માર્ગે ચડી ગયા ! મદનરેખા-મહાસતીના રૂપમાં લોભાઈ એના જેઠે (મણિરથે) એના પતિ યુગબાહુનું અર્થાતુ પોતાના ભાઈનું મોત નીપજાવવા વિનયથી નમેલા એ યુગબાહુની પીઠ પર તલવારનો ઘા ઝીંકી દીધો. હવે યુગબાહુની લાલ આંખ પરથી મહાસતીએ એનો ગુસ્સો જાણી એને કહે છે, મદનરેખાનો ઉપદેશ : “જુઓ, ભાઈ પર ગુસ્સો ન કરશો. ભાઈ તો નિમિત્ત માત્ર છે. અસલમાં આ જુલમ કરનાર તમારા પૂર્વનાં કર્મ છે. પૂર્વે તમે કોઈને માર્યા હશે, એનાં ઊભા થયેલા કર્મ તરફથી આ તમારી નાલેશી છે. પણ હવે ધ્યાન રાખજો, આ પ્રસંગે ભાઈ પર ગુસ્સો અને એની હિંસાની ભાવના કરી નવાં કર્મ ન ઊભા કરશો; ને એ માટે નવકારસ્મરણ અને ચારશરણને સ્વીકાર કર્યા કરો. 1 42 - તરંગવતી