________________ સારસિકા કહે “બેન ! તને ખબર નથી લાગતી કે માણસ જયારે કોઈ અતિ ઈષ્ટ કાર્યમાં ગુંથાયેલા હોય ત્યારે એમને બીજી કશી તથાજ હોતી નથી કે કોણ આવ્યું ને કોણ ગયું ? હૃદયને બહુ ગમતા કાર્યનો મન પર કબજો હોય છે. મનને એમાં એવું ઓતપ્રોત કરી દે છે કે મન બીજે જાય નહિ.” સારસિકાનું આ કથન ધ્યાનમાં રાખવા જેવું છે. જેથી ધર્મક્રિયામાં મન ચંચળ રાખીએ છીએ તે ચંચળતા મિટાવાય. મન ધર્મક્રિયામાં કેમ ચંચળ ? કહો, ધર્મ ક્રિયા જીવને એટલી બધી ઇષ્ટ નથી લાગી હોતી, તેથી એ મનનો કબજો નથી કરતી. ધર્મને બહુ ઇષ્ટ કરીએ, તો એ મનને પકડી રાખે, સારસિકા કહે છે, મિત્રે ત્યાં જઈને કહ્યું કે, તું દોસ્ત ! હવે ગભરાતો નહીં,- સમજી લે કે નગરશેઠ ઋષભસેનની બાળા તરંગવતી તારા ઉપર તુષ્ટમાન થઈ છે ! એણે આ ચિત્ર જાતે તૈયાર કર્યું છે. પેલી ચિત્રવાળી બાઈને પૂછતાં એણે મને આ ખુલાસો આપ્યો, અને તેથી એ કન્યાને હવે પ્રાપ્ત કરવાની આશા છે. તારા પિતાજી પણ મોટા શેઠિયા છે, એ માગણી કરે એટલી વાર, તારા મોટા ઘરના હિસાબે અને તારી લાયકાતના હિસાબે નગરશેઠ જરૂર કન્યાને આપે.' ત્યાં આ યુવાન કહે “અરે ભાઈ ! તને શું ખબર નથી કે આ નગરશેઠ બહુ અભિમાની છે? એની પાસે કેઈક શેઠિયા પોતાના દીકરા માટે તરંગવતીની માગણી કરવા ગયેલા, પરંતુ નગરશેઠે બધાયને કન્યા આપવા ના પાડેલી. એની નજરમાં બધાય ઉમેદવાર નપાસ ! એ એનું કેટલું બધું અભિમાન ગણાય?' ત્યારે મિત્ર કહે છે, તેથી આપણને પણ નપાસ કરશે એવું કેમ માની લેવું? જો, કન્યાને જયાં સુધી કોઈને દીધી નથી, ત્યાં સુધી એ તો સમાજની સાધારણ વસ્તુ છે, અને સમાજમાંથી કોઈ પણ વ્યક્તિ એને માગી શકે છે. આપણે તારા પિતાજી દ્વારા માગણી મુકાવશું; અને કદાચ નગરશેઠ જો ના પાડશે, તો અમે ચોર બનીને એ કન્યાનું અપહરણ કરીને તારી પાસે લાવી દેશું. બોલ, હવે કોઈ ગભરામણ ?' કર્મ ! તારી ગતિ ન્યારી 137