________________ ત્યાં આ સાંભળતાં, યુવાન ખુલાસો કરતાં કહે છે, જુઓ ભાઈ ! આપણે તરંગવતી જોઈએ છે એ વાત સાચી, પરંતુ આપણી ઉચ્ચકુળની પરંપરા, ઉચ્ચશીલની પરંપરા અને ઉચ્ચગુણ પરંપરાને તોડીને એને આવી છૂપી રીતે ઉપાડી લઈ આવવાની રીત ખોટી. ક્યારે ય પણ આપણી ઉત્તમ ખાનદાનીને બટ્ટો લાગે એવું કરવાનો વિચાર કરતા નહિ.” મિત્ર કહે પણ એના પિતા સીધે સીધા હા ન કહે, કન્યા આપવા મંજૂરી ન થાય, તો પછી શું કરવું ?' યુવાન કહે એના બાપને આપણા ઘરનું સર્વસ્વ અર્થાત બહુ મોટી કિંમતના જર-ઝવેરાત વગેરે માલ આપીને પણ કન્યાની માંગણી કરી શકાશે. હંમેશાં ન્યાયના માર્ગે ચાલવામાં નિર્મળ યશ મળે, ને પુણ્યની વૃદ્ધિ થાય. એ થવાથી ઇષ્ટ ફળની સિદ્ધિ થાય. સારસિકા તરંગવતીને કહે છે,- બસ, સખી ! હવે તારા પ્રિયની તારે મેળવવા ઝંખના નહિ કરવી પડે. તારો પ્રિય જ સામેથી માગતો આવશે.' અહીં યુવાનનું સાંભળીને મિત્રો ડઘાઈ ગયા. એમ વિચારીને કે વાહ ! આ આપણા મિત્રને આ પૂર્વભવની પૂર્વ કન્યા લેવાનો ઉછરંગ ઘણો છે છતાં એનું દિલ કેટલું બધું ઉમદા છે કે અન્યાયના માર્ગે જવા એ ચાહતો નથી ! આવા ઉમદા જ આત્માઓ જગતને અજવાળી રહ્યા છે, ને જગતમાં પ્રશંસા-પાત્ર બને છે. ત્યાં મિત્રોએ યુવાન પમદેવના ઉમદા દિલની પ્રશંસા કરી. હવે મિત્રો ત્યાંથી જવાની તૈયારીમાં દેખાયા, એટલે (સારસિકા તરંગવતીને કહે છે કે,) એ જ વખતે મેં એક મિત્રને પૂછ્યું કે આ ભાગ્યશાળી યુવાનનું નામ શું? એ કોના સુપુત્ર છે ? અને ક્યાં રહે છે ? એણે મને કહ્યું “બેન ! જેમના વિના આ પૃથ્વી રત્નરહિત કહેવાય એવા પૃથ્વીના એકમાત્ર રત્ન ધનદેવ નામના સાર્થવાહના આ પુત્ર છે; ને જેમનું દર્શન સૌ કોઈને પ્રિય છે એવા આ રૂપે કામદેવ જેવા આમનું નામ પાદેવ છે; ને એ અમુક જગાએ રહે છે. સારસિકા જ્યારે તરંગવતીને કહે છે ત્યારે તરંગવતી બોલી ઊઠે છે, ‘સખી ! તું પણ બહુ ભાગ્યવાન કે મારો પ્રિય તને પહેલો જોવા મળ્યો ! હવે મને જલદી એનાં દર્શન કરાવ. બાકી કામ તું અવ્વલ કરી આવી ! તને શું 1 38 - તરંગવતી