________________ મોં પર હાય ! આવી ગુણિયલ પ્રિયા મેં ખોઈ ?' “વિષાદ એના મુખ પર તરવરી ઊઠતો હતો !" વળી સખી ! જોતો ખરી કે, આટલા તારા વખાણ અને આટલો વિષાદ કરીને એ બેસી ન રહ્યો, પરંતુ એણે મિત્રોની આગળ પોતાનો ભીખ સંકલ્પ જાહેર કર્યો. જુઓ ભાઈઓ ! એ મારી પૂર્વ જન્મની ચકોરી સિવાય બીજું કોઈ આ ચિત્ર ચિતરી શકે નહીં, જરૂર એ અહીં મનુષ્ય અવતાર પામી હશે. તેથી હવે મારો આ દઢ સંકલ્પ છે, કે જો મારે એની સાથે સંબંધ થશે તો જ હું સંસારસુખની અભિલાષા રાખું છું, નહિતર જીવનભર માટે નહિ, એટલે હવે તો આપણે તપાસ કરવી રહી કે આ ચિત્રપટ્ટ ચીતરનારી કોણ ? એ જાણવા મળે તો નક્કી વાત છે કે એ જ મારી પૂર્વની પ્રિયા ચકોરી, એના વિના બીજાનું આબેહૂબ અને પૂર્ણ વિગતો સાથે આ ચિતાર ચિતરવાનું બીજાનું ગજું નહિ. પરમાત્માની ખોજ છે ? : એક દેહના સંબંધનો પ્રેમ કેટલો તલસાટ જગાવે છે ! ત્યારે એ પરમાત્મા સાથે આપણો આત્માનો પ્રેમબંધ બાંધ્યો હોય તો પરમાત્માને ખોજવાનો, પરમાત્માનું સ્વરૂપ સમજવાનો આપણને કેટલો તલસાટ હોય ? પેલી સારસિકા તરંગવતીને આગળ કહે છે કે, યુવાનને જિજ્ઞાસા જાણીને હું ત્યાંથી ખસી અને ચિત્રપટ્ટ પાસે આવી ઊભી રહી. કારણ કે મને લાગ્યું કે, આ યુવાન ! ને પેલો મિત્ર ચિત્રપટ્ટ પાસે આવશે અને મને પૂછશે કે આ ચિત્ર કોણે કર્યું, તો મને ખુલાસો કરવો ફાવશે. અને બરાબર એજ પ્રમાણે બન્યું. મિત્ર આવ્યો અને મને પૂછે છે કે આખી નગરીને લોકોને વિસ્મય પમાડી દે એવું આ ચિત્ર કોણે તૈયાર કર્યું? ત્યારે મેં એને કહ્યું અહીં નગરશેઠ ઋષભસેન છે ને? એમના તરંગવતી નામની કન્યાએ આ જાતે તૈયાર કર્યું છે. આમાં એણે જે જે ચીતર્યું છે, એ કશું ખોટું નથી, કાલ્પનિક નથી, પણ એણે હકીકત પ્રમાણે ચીતર્યું છે. એ રહસ્ય સમજીને પોતાના એ મિત્ર પાસે ગયો, મને પણ એ જાણવાની તાલાવેલી થઈ કે એ લોકો હવે શી વાતચીત કરે છે, એટલે હું પણ એ મિત્રની પાછળ પાછળ ત્યાં ગઈ.' તરંગવતી પૂછે છે, તને શરમ ન લાગી કે કદાચ એ લોકો તને કહે કેમ અહીં આવી ? 136 - તરંગવતી