________________ આ બે ઉત્તમ આત્માઓને પણ આ આત્મચિંતા નહિ ? કારણ ? કારણ આ જ, કે કર્મની વિચિત્રતા છે, મોહની વિટંબણા છે. અત્યારે એ મોહની અસર નીચે છે. માટે જ ઉત્તમ માનવભવનું મહાન કર્તવ્ય કર્મ અને મોહની ગુલામી ઘટાડવાનું છે. - જ્યાં પેલા યુવાનને એના મિત્રોએ એમાં “ઓ મારી ચકોરી ! ઓ મારા પ્રેમની પેટી !... તું મારી ખાતર બળી ?' એના કલ્પાંત પર પૂછ્યું કે તું શું ભૂલો પડી ગયો કે છે શું ? ત્યારે એ યુવાન કહે છે મારા ભાઈઓ ! હું કાંઈ ભૂલો નથી પડ્યો. મારું મગજ ઠેકાણે છે. મારા રુદનનું કારણ આ ચિત્રપટ્ટની વિગતો છે તે વિગતો દુ:ખદ છે, એનું રહસ્ય હું જાણું છું. તેથી મને આ કલ્પાંત થાય છે. તમે નથી જાણતા તેથી તમને હું ભૂલો પડી ગયો લાગું છું. મિત્રો પૂછે તો તને ચિત્રના રહસ્યની શી રીતે ખબર પડી ? યુવાન કહે છે, “મને મારા પૂર્વભવનું સ્મરણ (જાતિસ્મરણ) જ્ઞાન થવાથી ખબર પડી. એ જ્ઞાનમાં મને અનુભવ થાય છે કે આ ચિત્રમાં ચિતરાયેલ ચકોર હું પોતે જ હતો. અને આ અગ્નિમાં બળી મરવા પડતી ચકોરી મારી પ્રાણ પ્રિયા હતી,”... સારસિકાનો અહેવાલ :અહીં એમ કહીને સારસિકા તરંગવતીને કહે છે. બેન ! જે તમે જાતિસ્મરણ થયા પછી તે મને તારા પૂર્વભવનો આખો ચિતાર આપેલો, ફિટ બરાબર એ જ ચિતાર આ યુવાને મિત્રોને પોતાના પૂર્વભવનો આપ્યો. એમાં ય એણે જે ચકોરીના અવિહડ પ્રેમ અને એના ગુણોની વિશેષતાનું વર્ણન કર્યું, એ પરથી તું સમજી શકે છે કે, જો તને ચકોરના વિયોગનું ભારે દુ:ખ રહે છે. તો હવે એને ચકોરીના વિયોગનું કેટલું દુઃખ હોય ? આ હું એટલા માટે કહું છું કે હવે તું વિયોગનું એટલું બધું દુઃખ કરવું રહેવા દે, કેમકે દુઃખિયાને દુઃખિયારા મળ્યા તો મનને રાહત થાય છે; અને ખરું જોતાં તું મારી જેમ પરમ આનંદ માન. યુવાને ભલે આક્રંદ કર્યું પરંતુ મને તો બેન ! પારાવાર આનંદ થયો કે હાશ ! મારી સહિયરને એનો પૂર્વપ્રિય પતિનો પત્તો મળી ગયો ! તો પછી એટલા માટે તારે પણ ખુશી થઈ જવા જેવું છે. બાકી તો સખી ! તારે એના પર જે પ્રેમ છે એના કરતાં એનો તારા પર પ્રેમ કેટલો બધો હશે એ એની હવે પછીની હકીકત પછી તું સમજી શકશે. એ જ્યારે મિત્રો આગળ તારા ગુણોની પ્રશંસા કરતો હતો ત્યારે એના કર્મ ! તારી ગતિ ન્યારી 135