________________ સારસિકા કહે, “બેન ! એના મિત્રોએ એને પવન નાખ્યો. પાણી છાંટ્યું એટલે એ ભાનમાં તો આવી ગયો, પરંતુ એના મોં પર ઉદાસપણું વ્યાપ ગયેલું તે જોઈ મિત્રો પૂછે છે,| ‘મિત્ર ! આ તને શું થયું? કેમ એકદમ બેભાન થઈ ગયો? શું મગજ પર કશી મોટી ચિંતા આવી ?' યુવાન કહે છે. ભાઈઓ ! શું કહું મારા કર્મની કહાણી ?' એમ કહીને એણે ત્યાં રસ્તા વચ્ચે રહ્યા રહ્યા કરુણ રુદને રડવા માંડ્યું. તરંગવતીને સારસિકા કહે છે, “બેન ! એણે આવું આક્રદ કરવા માં કે “અરેરે ચકોરી ! તું ક્યાં ગઈ ? ઓ મારા પ્રેમની પેટી ! ઓ મને હંમેશાં - બહુ જ પ્યારી ! તેં કેટલો ગજબ કર્યો કે તેં મારી ખાતર તું અહીં (ચિત્ર તરફ આંગળી ધરી) બળી મરી !' એમ વારંવાર વિલાપ કરે છે. ‘હરે ક્યાં મળે ?' આ એનું શરમ મૂકીને કલ્પાંત કરવાનું જોઈ એના મિત્રો આભા બની ગયા ! કાંઈ સમજયા નહીં, એટલે એને કહે છે, અરે મિત્ર ! તું શું કાંઈ ભૂલો પડી ગયો ? આ તું શું બોલે છે? શાની ચકોરી ? શી રીતે તારી પ્રિય અહીં વિચારો, તરંગવતીને પાસરોવરમાં ચક્રવાક ચક્રવાકીની પ્રેમી જોડલું જોતાં જાતિસ્મરણજ્ઞાન થયું; આને પોતાના પૂર્વ ભવના પ્રસંગનું ચિત્ર જોતાં જાતિસ્મરણજ્ઞાન થયું. બંનેને એનું ફળ શું આવ્યું ? જાતિસ્મરણજ્ઞાન થતાં તો દેખાય કે પોતાનું એક શરીર ગયું, ને બીજું ઊભું થયું, એટલે બંને શરીરમાં સંલગ્ન એવો શરીરથી જુદો પોતાનો આત્મા સ્પષ્ટ રીતે નક્કી થયો. પોતાના એ જુદા આત્માને પૂર્વ ભવના શરીરમાં ત્યાંના અનુભવો ય ભાસે છે, ને આ ભવના જુદા જ શરીરમાં ય પોતાને જ અનુભવો વર્તાય છે. આમ ભવભવમાં પસાર થતાં પોતાનો આત્મા ભાસ્યા પછી શું મમત્વ આત્માનું થાય ? કે શરીરનું ? આત્માને બિચારાને ભવ ભવના ખોળિયા મૂકી મૂકીને ચાલવું પડે છે. એની કોઈ દયા આવે ? એ આત્માની કશી ચિંતા થાય છે ? ના, શરીરનું મમત્વ, શરીરની દયા, ને શરીરની જ ચિંતા રહ્યા કરે છે, પણ પોતાના પ્રિય આત્માની જ નહિ ! આત્મા કર્મ-પરવશ હોવાથી ગુલામી ભોગવે છે. કર્મપીડિત બને છે, કર્મજનિત વિટંબણાઓથી સીદાયા કરે છે, એની કશી ચિંતા નહિ કરવાની ? 1 34 - તરંગવતી