________________ એ દેખવાનો અભ્યાસ થઈ ગયા પછી અષ્ટપ્રાતિહાર્ય સહિત જીવંત અરિહંત ભગવાન આબેહૂબ દેખવાના તે પણ આપણી સામે કરુણા નજરથી જોતા હોય એવા દેખાય. ઈલેક્ટ્રિકની સ્વીચ દાબો ને ફડ અજવાળું થાય, એમ આંખ મીંચી આપણા મનનો અંદરમાં ઉપયોગ જાય ને તરત જ અંદરમાં ભગવાન દેખાય. પ્ર.- આ શી રીતે બને ? ઉ.- કહો, પ્રભુને બહારમાં જોઈ જોઈ તરત અંતરમાં આ રીતે પ્રભુને જવાના. બહુ અભ્યાસથી બને. પ્રભુ અત્યંત પરિચિત થઈ જાય. એટલે પછીથી પ્રભુ સહેજમાં આબેહૂબ દેખાય. પ્રયત્ન જોઈએ. પ્રભુને બહારમાં જોઈ પછી મીંચેલી આંખે અંદરમાં જોવાના. ક્ષણવાર અંદરમાં દેખાય પછી પ્રભુ અંદરમાં દેખાતા બંધ થાય એટલે પછી આંખ ખોલી પાછા બહારમાં પ્રભુને જોઈ મનમાં બરાબર ધારી લઈને પછી બંધ આંખે પ્રભુને અંદરમાં જોવાના. પ્રભુને જોવાના એટલે ખાસ તો પ્રભુનું મુખારવિંદ જોવાનું. તે પણ લલાટ કેટલું ઊંચું છે ? નાસિકા કેટલી ઊંચી ? આંખ કેવી ? હોઠ કેવા પહોળા ? ગાલ કેવા માપના ને કેવી આકૃતિ ? દાઢી મુખની પછી નીચે કેટલા અંતરે ? તે ગોળાકાર ? કે ચપટી ?...વગેરે વગેરે બરાબર ધ્યાન રાખીને જોવાના. જેવા બહારમાં દેખાય એવા જ આપણને અંતરમાં દેખાવા જોઈએ. પ્રભુને આ અંતરમાં જોવાના વારંવાર અભ્યાસ થાય ને પછી એ સહેજે દેખાવાનો મહાવરો પડે, એ આપણા આત્મા માટે એક મહત્ત્વની મૂડી બને છે. પછીથી આંખ મીંચીને વારંવાર જોતાં આનંદનો પાર નથી રહેતો. એનો નાદ લાગે છે. એક નમુત્થણે સૂત્ર આંખ મીંચીને બોલીએ ત્યાં પદેપદે આ પ્રભુ દેખાયા કરે, તે ક્રમશઃ ગોઠવાયેલા દેખાય. 33 પદોમાં 33 તીર્થકર દેખાય. એમાં ય છેલ્લે ‘સિવ મયલ મરુએ...' વાળા પદમાં આઠ વિશેષણમાં આઠ ભગવાન દેખાય. એવું લોગસ્સસૂત્રમાં ચોવીસ ભગવાન જોવાના, આમ અંતરમાં ભગવાન આબેહૂબ જોવાનાં અભ્યાસ વધારતા જઈએ,. એટલે ભગવાન સાક્ષાત્ દેખાવાની આશા બંધાય, ને ત્યાં એનો આનંદ એવો અદ્ભુત રહે કે બીજા બાહ્યદર્શનનાં આનંદ ફિક્કા પડી જાય. સારસિકાનાં વચન પર તરંગવતીને પ્રિય મળવાની આશા બંધાણી છે. એટલે તરત એને કહે છે હ કહે, કહે, એ યુવાનને મૂચ્છ આવી પછી શું થયું?' કર્મ ! તારી ગતિ ન્યારી 133