________________ નથી પડતી...' એમ બોલતાં બોલતાં યુવાન ઊંડા ચિંતનમાં પડી જાય છે. એમાં થોડીવારમાં તો એ મૂચ્છિત થઈ ગયો. એ જઈ થોડેક દૂર ઊભેલી હું ત્યાં પહોંચી ગઈ, એ જોવા કે હવે શું થાય છે? યુવાન શું બોલે છે? એના દોસ્તારો ગભરાઈ ગયા કે મિત્રને એકાએક આ શું થઈ ગયું ? એને પવન નાખે છે, ભાનમાં લાવવા પ્રયત્ન કરે છે.” સારસિકા તરંગવતીને કહે છે. “જો બેન ! તું ય ઉદ્યાનમાં ચક્રવાક ચકોરીના જોડલાને જોઈ મૂચ્છિત થઈ ગયેલી ને ? એમ અહીં પણ એનું ચિત્ર જોઈ આ સમૃદ્ધ યુવાન મૂચ્છિત થઈ ગયો. મને વહેમ પડ્યો કે, “શું આ ચક્રવાક તો ન હોય ? પરંતુ મારાથી એકદમ એને પૂછાય કેમ ? છતાં આ પરિસ્થિતિ જોઈ હું પ્રસન્ન તો શ્રઈ ગઈ અને મને લાગ્યું કે, નથીને જો આ યુવાન જ પૂર્વનો ચક્રવાક હોય, તો તો મારી બાળીભોળી સખીને એનો મનગમતો પતિ મળી જાય !" તરંગવતી ખૂબ આતુરતા અને ધ્યાનપૂર્વક સાંભળી રહી છે, એમાં આ સાંભળતાં તો એને એટલો બધો હરખ ઉભરાયો કે, એનાં હૈયામાં શ્વાસના ધબકારા વધી ગયા. પૂર્વનો પ્રિય મળવાની આશા બંધાણી એમાં એને લાગે છે કે, જાણે મોટું સામ્રાજ્ય કે કોઈ અપૂર્વ નિધાન મળવાનું છે ! પાંચ વરસથી ગુમ થયેલો દીકરો હવે એકાએક મળવાની આશા બંધાય તો એના માતા પિતાને કેટલો બધો અવર્ણનીય આનંદ થાય છે ! એ તો પુત્ર; ત્યારે અહીં તો પોતાનો અત્યંત વહાલો પ્રિયતમ મળવાની આશા બંધાય, પછી અત્યંત હર્ષનું પૂછવું જ શું ? પરમાત્મા મળવાની આશા રહે છે? :- આ હિસાબે વિચારો કે આપણને પરમાત્માના અનંત અનંત કાળના વિરહ પછી સાધના દ્વારા એ અરિહંત પ્રભુ મળી જવાની સુખદ આશા બંધાય, તો એનો આનંદ કેટલો ઊભરાય ? પરંતુ પહેલું તો પ્રભુ નિકટમાં મળવાની જીવને આશા રહે છે ? કહોને ‘ના; કેમકે પ્રભુના વિરહનું દુઃખ નથી, પ્રભુ ન મળે તો કશી ખોટ નથી લાગતી છો ? પ્રભુ પહેલાં ભેદ અને પછી અભેદભાવે દેખાય. અરિહંત પ્રભુને ભેદભાવ જોવા માટે આ કરો, : આંખ મીંચીએ ને સહેજ મનનો ઉપયોગ લઈ જઈએ ત્યાં ઝટ પહેલાં તો કોઈ અત્યંત પરિચિત કરેલા જિનપ્રતિમા અંતરમાં આબેહૂબ દેખાય ! અને 1 32 - તરંગવતી