________________ 9. યુવાન પદ્મદેવને મૂચ્છ | યુવાનનો આશ્ચર્યકારી હેવાલ : સારસિકા આગળ ચલાવે છે કે, “ત્યાં એક તરુણ માણસ પોતાના ગોઠિયામિત્રો સાથે આવી પહોંચ્યો. શી એની કાયા ! ભારે સુંદર રૂપ ! વિશાળ છાતી ! હાથ લાંબા અને લષ્ટપુષ્ટ ! મુખ તો એનું પૂનમના ચંદ્ર જેવું ! ચંદ્ર જેમ રાત્રિ વિકાસી કમળોને વિકસ્વર પ્રફુલ્લિત કરે, એમ આ એના મિત્રાને પ્રફુલ્લિત કરે છે ! મતલબ, એના મુખારવિંદનું દર્શન કરી કરી મિત્રો ખુશી ખુશી થઈ જાય છે ! ત્યારે યુવતીઓની તો બિચારીની દુર્દશા જ થાય છે, એવી કોઈ યુવતી નહિ મળી હોય કે જેના મનમાં આ ન પેઠો હોય, તથા આ યુવાનને જોઈ જે કામ વિહવળ ન થઈ હોય, અને જેણે મનમાં ને મનમાં આને વરી લેવાની પ્રાર્થના ન કરી હોય ! આવો એ યુવાન ચિત્રપટ્ટ પાસે ઊભો રહી જોતો જ રહ્યો, અને પોતાના મિત્રમંડળ આગળ પ્રશંસા કરી રહ્યો છે કે, દોસ્તો ! જુઓ જુઓ, આ ચિત્રમાં શું સુંદર પદ્મસરોવર આલેખેલું છે ! પાસે નદી કેવી મજેની આલેખેલી છે ! વળી નદીના પટમાં કેવી સરસ સફેદ રેતી પથરાયેલી પડી છે ! પાસે શું આણે આબેહૂબ જંગલ આલેખેલું છે ! એમાં ફૂલોની લતાઓ કેવી અદ્ભુત છે ! ત્યારે સરોવરમાં આ ચકોર-ચકોરીનું જોડલું કેવું પરસ્પરના પ્રેમમાં ગરકાવ છે ! એમાં કોને અધિક પ્રેમવાળો કહેવો એ મુશ્કેલ છે. ત્યારે આ જુઓ પેલો હાથી, નદીમાંથી સૂંઢમાં પાણી ભરીને નદી બહાર આવી સુંઢ ઊંચી કરીને ચારે બાજુ પાણી કેવું ઉરાડી રહ્યો છે ! તે પાણીના સપાટામાં કેટલાક પંખેરા બિચારા આવી આવીને ગુલાંટ ખાઈ રહ્યાં છે ! “તરણ પોતાના ગોઠિયાઓને કહે, જુઓ- જુઓ મિત્રો ! ચિત્રમાં હાથી પર પેલી બાજુ ઝાડ પરથી એક શિકારી બાણ તાકીને છોડે છે ! અરેરે ! પણ આ જુઓ, બાણ ત્યાં સુધી ન પહોંચતાં બિચારા આ વચ્ચે ઊડીને જતાં એક ચકોરને વીંધી નાંખે છે ! હાય ! જીવનાં કર્મની કેવી ગતિ ! એમાં વળી જુઓ ચિત્ર દેખાડે છે કે, પેલી ચકોરી બાણે વીંધાઈને પડેલા ચકોરના શરીર પર માથું પછાડી કલ્પાંત કરતી દેખાય છે ! અહીં જુઓ ચકોરની અગ્નિ-ચિતા ભડભડ સળગતી દેખાય છે. એમાં ચકોરી ઝંપલાવે છે ! “સ્વામિની ! એ રૂપાળો યુવાન ગોઠિયાઓને કહે છે,- “ભાઈઓ ! ચિત્ર તો સુદંર છે પરંતુ શેમાંથી આ ચિત્રની કલ્પના ઊઠી હશે એની ખબર કર્મ ! તારી ગતિ ન્યારી 1 31