________________ દિલમાં સમ્યગ્દર્શન કેવી રીતે ઝગમગતું રાખી શકાય ! અને ધર્મના શક્ય કર્તવ્ય આચારોનું પાલન કોઈ સાંસારિક ચિંતાની વચમાં પણ કેવું અખંડ રાખવાનું ! સમ્યગ્દર્શન વાતોની વડાઈથી ન આવે, ન ટકે. મૂળ, હૈિયામાં વસ્યું હોય કે સંસારને પછી, ને શાસનને પહેલું સ્થાન આપું.' તો જ દિલને ધર્મ ગમ્યો ગણાય, અને સંસાર પર અભાવ રહ્યો ગણાય. વાત આ હતી; ધર્માત્મા સાંસારિક જીવનની વચમાં વચમાં ય ધર્મને ભૂલે નહિ. આજના જડવાદમાં અંજાઈ જઈ આત્મષ્ટિ ગુમાવી બેઠેલાને આ તારણહાર તત્ત્વો મગજમાં બેસતા જ નથી. ટી.વી. રોજ જોશે ! પ્રતિક્રમણ મહિને એક વાર પણ નહિ ! પેલી તરંગવતીએ પ્રભાતની ધર્મસાધનાઓ કરી લીધી, સૂર્યનો ઉદય થયો અને સારસિકાની રાહ જોતી હતી. એમાં એ આવી પહોંચી અને તરંગવતી પોતાના આવાસમાં એકલી રાહ જોતી બેઠી હતી ત્યાં આવી. એ દરવાજામાં પેસતાં જ ખૂબ ઊભરાતા હરખથી કહે છે. સખી ! ખુશખબર ! કામદેવ તારી કામના પૂરી કરે ! તારો પ્રિય મળી ગયો છે. એમ બોલતી બોલતી પાસે આવીને ઊભી રહી. આ સાંભળતાં જ તરંગવતીને હરખનો પાર નથી રહેતો ! ને એને છાતી સરસી ભેટી પડે છે, અને કહે છે, વાહ વાહ સખી ! તારા મોંમાં ગોળ ! ત્યાં શી કમાલ થઈ ? બોલ બોલ સખી ! જલદી બોલ શું શું બન્યું ? કેવી રીતે તે મારા પ્રિય ચકોરને ઓળખી લીધો ?' એમ પૂછતાં એના ખૂબ હરખમાં એમ દેખાય કે જાણે પ્રિય ચકોર પોતાની સામે આવીને ઊભો છે ! જીવને જ્યારે પહેલપહેલું સમ્યગ્દર્શન પ્રગટે છે ત્યારે શાસ્ત્ર કહે છે એને આખા સંસારકાળમાં નહિ થયેલો એવો અપૂર્વ આનંદ થાય છે. એમાં એને પ્રિય પરમાત્માનું દર્શન અને વિકેદમાંથી મુક્તિ થવાનું દેખાય છે. સમકિતીના આનંદ-ઉગ જુદા, મિથ્યાત્વીના જુદા. તરંગવતી અત્યારે પ્રિય મળવાના આનંદમાં છે. એ ને દાસી નીચે બેઠા, સારસિકો કહે,- “સાંભળ શું બન્યું એ હું કહું છું. “હું અહીંથી ચિત્રપટ્ટ લઈને ગઈ જયાં કૌમુદી મહોત્સવનો મેળો જામ્યો છે, ત્યાં એવી જગાએ જઈ પટ્ટ ખુલ્લો મૂકીને ઊભી રહી કે રસ્તા પરથી રથો કર્મ ! તારી ગતિ ન્યારી 1 27