________________ જુઓ, રાવણ સમ્યગ્દષ્ટિ હતો, અને નીકળ્યો હતો દિગ્વિજય કરવા - પરંતુ વિમાનમાં જતાં વચમાં અષ્ટાપદ તીર્થ આવ્યું અને ફૂલ સ્પીડમાં જતું વિમાન ખચકાયું, ત્યાં નીચે જોતાં તીર્થ દેખીને નીચે ઉતર્યો અને ભગવાનની ભક્તિ-પૂજામાં લીન થઈ ગયો ! પૂછો ને, પ્ર.- પણ રાવણને દિગ્વિજયના મહાન કાર્યની ઉતાવળ ન હોય ? ઉ.- સમકિતીને ધર્મકાર્યની આગળ સંસાર કાર્યની ઉતાવળ નહિ; કેમકે સમજે છે કે જેને ધર્મ-કાર્યની ઢીલ અને સંસાર કાર્યની ઉતાવળ છે, એને સદ્ગતિની ઢીલ અને દુર્ગતિની ઉતાવળ છે. એથી ઊલટું, જેને ધર્મકાર્યની ઉતાવળ અને સંસાર કાર્યમાં ઢીલ, એને સદ્ગતિની ઉતાવળ અને દુર્ગતિની ઢીલ છે. અર્થાત્ એને દુર્ગતિ જલદી તાણવા ન આવી શકે. રાવણને સંસાર કાર્યની એવી ઉતાવળ નહોતી, જેવી ધર્મ કાર્યની ઉતાવળ હતી; એટલે દિગ્વિજયની યાત્રામાં વચમાં તીર્થ મળ્યું તો ઊતરી પડ્યા તીર્થ પર; અને ભક્તિ જમાવી !! તરંગવતીને પિતા તરફથી સ્વપ્નના ફળાદેશરૂપ આનંદદાયક આગાહી તો મળી કે તને સાત દિવસમાં સારો પતિ મળશે. પરંતુ પોતે ઓર ચિંતામાં પડી કે જો મારા પુર્વ પ્રિયને છોડી બીજો કોઈ મારા માથે પડે તો તો મારે જીવવું જ મુશ્કેલ થાય. પરંતુ હજી પેલી સારસિકા જે અહેવાલ લાવવાની છે. એમાં આશા છે તેથી એના પોતાના મનને મનાવી રાખે છે. પછીથી તરંગવતી સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી રાત્રિના લાગેલા દોષ અતિચારોની આલોચના પ્રતિક્રમણ કરે છે, બૃહદ્ગુરુવંદન કરે છે, પરમાત્માના ભક્તિ-સ્તોત્ર ભણે છે, અને એટલામાં સૂર્ય ઉદય પામે છે. 8. ધર્મપ્રધાન કે સંસાર જોવાની ખૂબી છે કે ગઈ સાંજના સખી સારસિકાને ચિત્રપટ્ટ લઈને કૌમુદી મહોત્સવમાં મોકલ્યા પછી આતરતા તો છે જ કે “ત્યાં લોકો જોઈ શકે એ રીતે ચિત્રપટ્ટ ખુલ્લો મૂક્યા પછી એમનાં કોઈ માડીના લાલ પર આ ચિત્રપટ્ટ જોયાની અસર પડે છે કે કેમ ?' છતાં સાંજનું પ્રતિક્રમણ ને પ્રભાતનું પ્રતિકમણ ચૂકતી નથી ! આ બતાવે છે કદાચ સાધુ ન થઈ શક્યા તો પણ 1 26 - તરંગવતી