________________ તો વ્યાધિરૂપ વિટંબણા રૂપ છે. આ એની સમ્યકત્વની ભાવના છે. આ જો દિલમાં બરાબર અંકિત થઈ જાય તો પછી પ્રશ્ન ન રહે કે તો પછી તરંગવતી કેમ પૂર્વ પ્રિય માટે વલખા મારી રહી છે ? કેમકે સમ્યત્વ હોવા છતાં અવિરતિનો ઉદય હોય તો સહજ છે કે અવિરતિ આસક્તિ કરાવે. રાગ કરાવે. છતાં સાથે સમ્યકત્વ હોવાની વિશેષતા એ છે કે એને હૈયાના ઊંડાણમાં એ પ્રિય પર પ્રેમ વગેરે બધું ય કર્મે સરજેલી વ્યાધિ-વિટંબણા-બીમારીરૂપ લાગતું હોય. જેને સમકિત ન હોય એને તો હૈયામાં પણ સંસારસુખ મીઠાં મીઠાં લાગે છે. એની ઇચ્છા થાય એ ય સ્વાભાવિક લાગે છે. પછી એને સુખની ઇચ્છાને બીમારી શાનો માને ? સમ્યકત્વનો પ્રકાશ અને અવિરતિનો ઉદય : વાત એ હતી કે સમ્યક્ત્વના અજવાળામાં રંગરાગ-વિષયભોગો અને વિષયો એ વિટંબણારૂપ વ્યાધિરૂપ દેખાય છે. પરંતુ અવિરતિનો ઉદય હોય એથી રંગરાગ વિષયભોગ કરે છે. મોટા તીર્થકર ભગવાનની પણ ઘરવાસમાં આ સ્થિતિ હોય છે. એમને ય રાજાશાહી સુખ ભોગવવાનું બને છે. લગ્ન કરવા પડે છે. એ સમજે છે. કે સુખ તૃપ્તિનો આ નીચ ઉપાય છે, પરંતુ નિકાચિત નીચ કર્મરૂપી અંધા દુશ્મનને નીચ ઉપાયથી જ તુષ્ટ કરી રવાના કર્યો છૂટકો છે. અવિરતિનું નાટક જબરું છે. એ પરમ પુરુષને પણ સ્પષ્ટ વિટંબણા સમજવા છતાં વિષયભોગની ક્રિયામાં જોડે છે. અલબત એ લોકોત્તર પુરુષ અંતરમાં સાવધાન છે, એટલે પામર જનની જેમ એમને વિષયભોગનો અંતરમાં આનંદ નહિ, પણ ખેદ છે; કેમકે એને એ લોકોત્તર પુરુષ આત્માની વ્યાધિ-વિટંબણારૂપ દેખે છે. પેલી તરંગવતી અંતરમાં સમ્યક્ત્વની આ ભાવના ધરનારી છે કે સંસારના વિષયભોગ આત્માની વ્યાધિ વિટંબણારૂપ છે. પછી એને કદાચ અવિરતિના ઉદયે સંસારના ભાવ જાગે, તો તેથી કાંઈ એની શ્રદ્ધાનો ઇનકાર ન કરી શકાય. કારણ એક જ, કે સમકિતીનું મન સંસારના ભાવોમાં પામર જનની જેમ તદન અંધ નથી બનતું. એટલે જ એ સંસારના ભાવોની વચ્ચે વચ્ચે જિનેશ્વર ભગવંતને, જિનવચનને અને જિનોક્ત ધર્મક્રિયાને ભૂલતું નથી. સંસારના ભાવોમાં જે તદ્દન અંધ બની આસક્ત થતો હોય એ પહેલાં કે પછીથી પણ જિન-જિનવચન-જિનોક્ત આચારને શું યાદ કરે ? કર્મ ! તારી ગતિ ન્યારી 1 2 5