________________ અને બીજા વાહનો પસાર થઈ રહ્યા છે, લોકો પણ ટોળેટોળાં જઈ રહ્યા છે, એ બધાને નજરમાં પડે એ રીતે પટ્ટને ખોલીને ઊભી રહેલી. “જોનાર લોકો આશ્ચર્ય પામે છે કે આ વળી કેવુંક ચિત્ર ! ધારી ધારીને જુએ છે, પણ ચિત્રનો પરમાર્થ નથી સમજી શકતા. સ્ત્રીઓ જુએ છે, પુરુષો જુએ છે, હું બધાના મોં પર શી અસર થાય છે એ જોયા કરું છું પરંતુ એમાં કોઈના મો પર ખાસ અસર થતી દેખાતી નથી. પૂનમની રાત્રિ પસાર થઈ રહી હતી મારા મનને અધીરાઈ થતી હતી કે મારી સખીનો પૂર્વ પ્રિય કોઈ પ્રેક્ષક અહીં મળશે કે કેમ?” કાર્યસિદ્ધિના ઉદ્યમમાં સ્થિતપ્રજ્ઞતા : સહજ છે કે કાર્ય-સિદ્ધિને માટે નીકળેલ માણસને જયાં સુધી કાર્ય થવાને અનુકૂળતા ન દેખાય, ત્યાં સુધી મનને અધીરાઈ થાય. પરંતુ કાર્યની અનુકૂળતા ન દેખાય ત્યાં સુધી નાસીપાસ નહિ થવું જોઈએ. નહિતર નાસીપાસી તો તો પ્રયત્નમાં આગળ વધતાં અટકાવી અધવચ્ચે ઉદ્યમ છોડાવી દે, તો કાર્યસિદ્ધિ થવાના સમય સુધી પહોંચી ન શકે. એટલા માટે સ્થિતપ્રજ્ઞતા જોઈએ, કાર્ય પાર પાડવાની પ્રજ્ઞાબુદ્ધિ સ્થિર રાખવી જોઈએ. આ સ્થિરપ્રજ્ઞા ઊભી કરીને ઉદ્યમ ઉપાડ્યો; તે એ પ્રજ્ઞા સ્થિર રાખીને પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. વેપારમાં શું કરો છો ? દુકાન ખોલી ચાર ઘરાક એવા જ આવ્યા કે સોદો ન કર્યો, તો શું એવું કરો કે “બંધ કરો દુકાન, આમાં કાંઈ નહિ વળે ? ના, ત્યાં તો બુદ્ધિ સ્થિર રાખી દુકાન ચાલુ રખાય છે, તો પછી ધર્મની બાબતમાં જરાક પાછા પડતાં કેમ પ્રયત્ન મોળા ? જુઓ, ગુણસ્થાનકની પાયરી ઉપર શી રીતે ઊંચે ઊંચે ચડાય છે ? પ્રજ્ઞા સ્થિર રાખીને ઉપર ઉપરના ગુણસ્થાનકનો પ્રયત્ન ચાલુ જ રાખે જાય. તો ઉપર ઉપરના ગુણસ્થાનકના પગથિયે ચડતા જવાય છે. દા.ત. પહેલે ગુણસ્થાનકે મિથ્યાત્વ-અવસ્થા છે. એમાં મિથ્યાત્વને અને અનંતાનુબંધી કષાયો રાગ-દ્વેષાદિને મંદ પાડતા જવાની બુદ્ધિ સ્થિર રાખીને આગળ આગળ પ્રયત્ન ચાલુ રાખે, તો જ મિથ્યાત્વ મંદ મંદ બનતું આવે છે. પૂછો,| મિથ્યાત્વ મંદતાના શા ઉપાય ? :પ્ર.- મિથ્યાત્વ મંદ કરવાના શા પ્રયત્ન હોય ? ઉ.- એ માટે વિવિધ પ્રયત્ન કરવાના છે, પહેલું તો આ જ સુધી - તરંગવતી